મુંબઇઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 69 વર્ષના થઇ ગયા છે, આજે પીએમ ગુજરાતની મુલાકાતે છે અને તેમનો જન્મ દિવસ આખો દેશ મનાવી રહ્યો છે. જોકે આ બધાની વચ્ચે પીએમ મોદીના બર્થડેના દિવસે જ તેમના પર બનેલી એક ફિલ્મનું પૉસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મનુ નામ છે 'મન બૈરાગી'....

જાણીતા ફિલ્મકાર સંજય લીલા ભંસાળી અને મહાવીર જૈનને સાથે મળીને આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. 'મન બૈરાગી' ફિલ્મના ફર્સ્ટ લૂક પૉસ્ટરને સોશ્યલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

બાહુબલી એક્ટર પ્રભાસ અને બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારે આજે પીએમના જન્મદિવસ પ્રસંગે આ ફિલ્મ 'મન બૈરાગી'નું પૉસ્ટર લૉન્ચ કર્યુ, અક્ષયે હિન્દી પૉસ્ટર વળી પ્રભાસે અંગ્રેજી અને તેલુગુ પૉસ્ટર લૉન્ચ કર્યુ હતુ.


પીએમ મોદી પર બનેલી ફિલ્મ 'મન બૈરાગી' એક શોર્ટ ફિચર ફિલ્મ છે. આ ફિલ્મનુ શૂટિંગ જાન્યુઆરી અને માર્ચની વચ્ચે પુરુ કરી લેવામાં આવ્યુ હતુ. હવે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મનો સમયગાળો એક કલાકથી પણ ઓછો છે.