PM મોદીની બાયોપિકની રિલીઝ ડેટમાં થયો ફેરફાર, હવે આ તારીખે ફિલ્મ થશે રિલીઝ
abpasmita.in | 16 Mar 2019 07:55 AM (IST)
મુંબઈઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ઓમંગ કુમારના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ 12 એપ્રિલના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને 2014 સુધીની લોકસભા ચૂંટણીની ઐતિહાસિક જીત અને અંતે પ્રધાનમંત્રી બનવા સુધીના નરેન્દ્ર મોદીના સફરને બતાવવામાં આવશે. ઓમંગ કુમાર સરબજીત અને મેરી કોમ જેવી શાનદાર બાયોપિક બનાવી ચુક્યા છે. ફિલ્મનું પોસ્ટર 7 જાન્યુઆરીનાં 23 ભાષાઓમાં જારી કરવામાં આવ્યું હતું. ઓમંગ કુમારની ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળે છે. પહેલા આ ફિલ્મ 5 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી જે હવે તારીફ બદલીને 12 એપ્રિલ કરવામાં આવી છે. આ ફિલ્મમાં એક્ટર વિવેક ઓબેરોય પીએમ મોદીની ભૂમિકા નિભાવશે. તો તેનાં સૌથી નજીકનાં અમિત શાહનો રોલ એક્ટર મનોજ જોષી નીભાવશે. તો એક્ટ્રેસ ઝરીન વહાબ તેમની માતા હીરાબેનનો રોલ અદા કરશે. તેમની પત્ની જશોદા બેનનો રોલ એક્ટ્રેસ બરખા બિષ્ટ સેન ગુપ્તા અદા કરશે. ગત રવિવારે વિવેક ઓબેરોય હર્ષિલ ધરાલીએ ગંગા કિનારે શૂટિંગ કરી રહ્યો હતો. વિવેક ખુલ્લા પગે ગંગા કિનારે ચાલી રહ્યો હતો ત્યારે ઝાડનો કાંટો ઘુસી જાય છે. સેટ પર હાજર ડોક્ટર્સે તેનો ઉપચાર કર્યો હતો. તેની ઇજા વધુ હતી ટાકાં લેવા પડ્યા હતાં. વિવેક ઓબરોય આ ફિલ્મને લઇ ખાસો ઉત્સાહિત છે. તેથી કોઇ જ વાતની ચિંતા કર્યા વગર તે શૂટિંગ કરી રહ્યો છે.