ગુરૂગ્રામ: ગુરુગ્રામ એક્સિડેન્ટ મામલામાં હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અુનસાર ગુરુગ્રામ પોલીસે સપના ચૌધરીની કારના અકસ્માત મામલે ફરિયાદ નોંધી છે. આ કેસ કેન્ટર ચાલકની ફરિયાદ પર નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે 25 ડિસેમ્બરની રાતે કેન્ટર અને સપના ચૌધરીની ફોર્ચ્યુન કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસ દ્વારા સપના ચૌધરીને આપવામાં આવેલી પ્રથમ નોટિસનો કોઈ જવાબ આપવામાં ન આવતા ફરિયાદ નોંધવામાં આવી છે.



ફોર્ચુનર કારના માલિક વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો હતો અને દિલ્હીના નંબર વાળી આ ગાડી સપના ચૌધરીના નામે છે. જોકે, સપના ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે અકસ્માતના સમયે તે ગાડીમાં નહોતી. પરંતુ હવે કેન્ટર ચાલકની ફરિયાદ બાદ સપના ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.



હરિયાણાની જાણીતી સિંગર અને પરફોર્મર સપના ચૌધરીની કારને ગુરુગ્રામમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેને કોઇ ઇજા થઇ નહોતી. ઉલ્લેખનીય છે 25 ડિસેમ્બરની રાતે કેન્ટર અને સપના ચૌધરીની ફોર્ચ્યુન કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.