નવી દિલ્હીઃ બૉલીવુડની એક્ટ્રેસ અને 90ના દાયકાની સૌથી હૉટ હીરોઇન પુજા બત્રાએ તાજેતરમાં જ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કરી લીધા છે. ગુપચુપ રીતે લગ્ન કર્યા બાદ પુજા બત્રાએ ખુદ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર આની કેટલીક તસવીરો શેર કરી છે, જે હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, પુજા બત્રાની આ બીજા લગ્ન છે. પુજાએ પહેલા લગ્ન સાનૂ આહલુવાલિયા સાથે કર્યા હતા, પણ સંબંધો બગડતા વર્ષ 2011માં છુટા થઇ ગયા હતા.

પુજા બત્રા અને નવાબ શાહ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. હવે દિલ્હીમાં બન્ને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે.


એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. તસવીરોમાં બન્ને એકદમ સુંદર દેખાઇ રહ્યા છે.


પુજા બત્રા બૉલીવુડની એક્ટ્રેસ છે અને તેના ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યુ છે, વળી નવાબ શાહ પણ એક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.