પૂજા બત્રા સલમાન ખાનની ફિલ્મ ટાઈગર જિન્દા હૈ ના કો-સ્ટાર નવાબ શાહને ડેટ કરી રહી છે. જેને ખુલાસો નવાબ શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થયો છે. નવાબ શાહે સોશિયલ મીડિયા પર પૂજા સાથે એક રોમેન્ટિક તસ્વીર શેર કરી છે.
નવાબ આ અગાઉ પણ અનેક તસવીરો શેર કરી ચુક્યો છે. જેમાં પૂજા પ્રત્યે પોતાનો પ્રેમ જાહેર કર્યો છે. પરતું તેમાં ચહેરો દેખાતો નહતો. પણ હવે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે તેના પરથી પડદો ઉચકાઈ ગયો છે.
પૂજાએ અનિલ કૂપરની ફિલ્મ વિરાસતથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેણે વર્ષ 2002માં ડોક્ટર સોનૂ આહલુવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2010માં તલાક થઈ ગયા હતા.