નવી દિલ્હીઃ કુલદીપ યાદવે વર્તમાન વર્લ્ડકપમાં કાંડાના કમાલથી ન માત્ર પ્રશંસકોનું દિલ જીત્યું છે પરંતુ આઈસીસીની પ્રશંસા પણ મેળવી છે. 24 વર્ષીય ચાઈનામેન સ્પિનરે વર્લ્ડકપમાં ભારતના કટ્ટર હરિફ પાકિસ્તાન સામે 32 રનમાં 2 વિકેટ ઝડપી હતી.


તેણે એક શાનદાર બોલ પર પાકિસ્તાનના બાબર આઝમને બોલ્ડ કર્યો હતો. આઈસીસીએ કુલદીપના આ બોલનો વીડિયો શેર કરીને ચાલુ વર્લ્ડકપનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ બોલ ગણાવ્યો હતો. ઓલ્ડ ટ્રેફર્ડમાં કુલદીપનો બોલ 78 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવ્યો હતો. બોલ ઓફ સ્ટંપ બહાર પ્યા બાદ ખૂબ ઝડપથી અંદર આવી અને બાબર આઝમ બોલ્ડ થયો હતો.

કુલદીપ પણ બોલની પ્રશંસા કરવાથી ખુદને રોકી શક્યો નહોતો. તેણે કહ્યું, વરસાદથી મળેલા બ્રેક બાદ હું ગયો અને મેં બોલ જોયો. બોલ નાંખ્યા બાદ ટર્ન લેતો હતો. દરેક સ્પિનર આ બોલને પસંદ કરશે. આ એક શાનદાર ડ્રીમ ડિલિવરી અને ટેસ્ટ મેચનો બોલ હતો. બેટ્સમેનને હવામાં લલચાવ્યો અને તે ભૂલ કરવા મજબૂર થયો.

ઓલ્ડ ટ્રેફર્ડમાં 26 વર્ષ પહેલા શેન વોર્ને 1993ની એશિઝ સીરિઝ દરિયાન ઈંગ્લેન્ડના માઇક ગેટિંગને પણ આ પ્રકારના બોલ પર આઉટ કર્યો હતો. જેને બોલ ઓફ સેન્ચુરી કહેવામાં આવે છે. આ બોલે વોર્નની જિંદગી બદલી નાંખી હતી.


ગ્રેમ સ્વાનની ભવિષ્યવાણી, આ બે ટીમ વચ્ચે રમાશે વર્લ્ડકપ 2019ની ફાઈનલ મેચ