પૂજા બેદીએ વડાપ્રધાન કાર્યાલય, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને અમુક પત્રકારોને ટેગ કરતા લખ્યું છે કે, "ઉમરની અટકાયત કરવામાં આવી હોવાને એક મહિનો થઈ ગયો છે. તેઓ મારા બેચમેટ અને પરિવારના મિત્ર પણ છે (ત્રણ પેઢીથી). મને આશા છે કે તેમને છોડવા માટે સરકાર બહુ ઝડપથી કોઈ પ્લાન તૈયાર કરશે, કારણ કે આવું હંમેશ માટે ચાલી ન શકે. આનો કોઈ ઉકેલ લાવવો જ રહ્યો."
નોંધનીય છે કે, ઓગસ્ટની શરૂઆતમાં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાનો નિર્ણય કર્યો તેના પહેલાથી જ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તિને નજરકેદ કરી લેવામાં આવ્યાં છે. ફક્ત ઉમર અબ્દુલ્લા જ નહીં તેમના પિતા અને સાંસદ ફારુખ અબ્દુલ્લા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તિ પણ છેલ્લા મહિનાથી હાઉસ અરેસ્ટ છે.
પૂજા બેદી બોલિવૂડની પૂર્વ અભિનેત્રી, ટીવી શૉ હૉસ્ટ અને ન્યૂઝપેપર કૉલમિસ્ટ છે. પૂજા બેદી એ અભિનેતા કબિર બેદીની પુત્રી છે. પૂજાએ 2011માં રિયાલિટી ટીવી શૉ બિગ બોસમાં પણ ભાગ લીધો હતો.