નવી દિલ્લી: પાકિસ્તાનની અગ્રણી ન્યુઝના અહેવાલથી જાણવા મળ્યુ હતું કે ભારતીય અભિનેત્રી પૂજા ભટ્ટ પોતાના અગંત કામે કરાચી પહોંચી હતી. મીડિયા સાથે વાત કરતા પૂજા ભટ્ટે કહ્યું કે પાકિસ્તાન પહોંચી તે ખૂશ છે. તેણે કહ્યું તે પહેલા પણ ધણી વખત પાકિસ્તાન આવી ચુકી છે.
જ્યારે પૂજા ભટ્ટને પૂછવામાં આવ્યુ કે ભારતમાં પાક કલાકારો પર બેન લગાવવાની વાત ચાલી રહી છે તો તેના પર અભિનેત્રીએ કહ્યું ‘ ભારત પાકિસ્તાન વચ્ચે ફ્લાઈટનું આવન-જાવન ચાલૂ છે અને જ્યારે ભારત-પાક વચ્ચે રસ્તાઓ ખૂલ્લા છે તો કલાકારો આવતા-જતા રહેશે.
થોડા સમય પહેલા મુકેશ ભટ્ટે કહ્યું હતું કે ભારતમાં પાક કલાકારોને સાત જન્મો સુધી લેવામાં નહી આવે. મુકેશ ભટ્ટ, પૂજા ભટ્ટના પિતા મહેશ ભટ્ટના નાના ભાઈ છે અને ફિલ્મ એંડ ટેલીવિઝન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈંડિયાના અધ્યક્ષ પણ છે.