ઈટાવા: મુલાયમના ગઢમાં ગુરુવારે ચૂંટણીનો શંખનાદ કરતા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાંધ્યું હતું. જય શ્રીરામથી સંબોધનથી સંકલ્પ રેલીની શરૂઆત કરી અને ભાજપાની જીતનો સંકલ્પની સાથે પુરી કરી હતી. ભારે ભીડથી ઉત્સાહિત શાહે છાતી ઠોકીને કહ્યું, આઝાદી પછી પહેલી વખત ભારતીય સેનાએ પાકિસ્તાનને મૂંહતોડ જવાબ આપ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈક મારફતે ભારતે આખી દુનિયામાં એવો અહેસાસ કરાવ્યો છે કે દેશની સીમાઓ સાથે છેડછાડ બર્દાશ્ત કરવામાં આવશે નહીં. ઈટાવાના નુમાઈશ મેદાનમાં આયોજિત રેલીમાં અમિત શાહે કહ્યું, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં યૂપીમાં ભાજપા ઈટાવાથી જ આગળ વધશે. જેના માટે હું અહીં આવ્યો છે. 2014થી પણ વધારે સારો માહોલ 2017માં દેખાઈ રહ્યો છે. રાજ્યની જનતા આ વખતે મોટો પરિવર્તન કરવા જઈ રહી છે. ભાજપા યૂપીમાં બે તૃતિયાંશ બહુમતથી સરકાર બનાવવા જઈ રહી છે.