પિતાને KISS કરી રાતોરાત ચર્ચામાં આવી એક્ટ્રેસ, હવે 31 વર્ષ બાદ છૂટી જૂની દારૂની આદત
પૂજાના જીવન સાથે એક કિસ્સો એ પણ જોડાયેલ છે કે મેગેઝીનના કવર પર પૂજા ભટ્ટ તેના પિતા મહેશ ભટ્ટના ખોળામાં બેઠી છે અને બન્ને એક બીજાને Kiss કરી રહ્યા છે. આ તસવીરને જોયા બાદ ખૂબ વિવાદ થયો હતો. લોકો બાપ-દીકરીના સંબંધ પર પણ સવાલ ઉઠાવી રહ્યા હતા. આ મામલે વિવાદ વધુ ત્યારે વકર્યો જ્યારે મહેશ ભટ્ટે કહ્યું કે, જો પૂજા ભટ્ટ તેની દીકરી ન હોત તો તે તેની સાથે લગ્ન કરી લેત.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજા ભટ્ટ વિતેલા 14 મહિનાથી દારૂથી દૂર છે. તેણે આ વાતની જાણકારી ટ્વિટર પર શેર કરી હતી કે 445 દિવસ થઈ ગયા અને તે આ લત દૂર છે. તેણે લખ્યું, ભગવાનનો આભાર મને આટલી હિંમત આપવા માટે...445 દિવસ થઈ ગયા, આગળ ગણતરી ચાલુ જ છે...મજબૂતીની સાથે એક વધુ ડગલું. પર્સનલ લાઈફની વાત કરીઓ તો પૂજાને 16 વર્ષની ઉંમરથી જ દારૂની આદત પડી ગઈ હતી. આ લત છોડાવવા માટે તેના પિતા મહેશ ભટ્ટનો મોટો ફાળો રહ્યો છે.
પૂજા ભટ્ટને સ્પષ્ટ કર્યું છે કે તેનું પુસ્તક તેની ઓટોબાયોગ્રાફી નહીં પરંતુ દારૂની આદત છોડવા માટે તેણે જે સંઘર્ષ કર્યો છે તે પુસ્તકમાં જણાવવામાં આવશે. સૂત્રો અનુસાર હજુ સુધી પુસ્તકનું ડાઈટલ સિલેક્ટર કરવામાં આવ્યું નથી પરંતુ તેમાં દારૂની લત છોડવા વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે જોકે તેના માટે પૂજા ભટ્ટ અને તેના પિતા મહેશ ભટ્ટ ક્યારેય રિહેબ સેન્ટર નથી ગયા.
21 ડિસેમ્બર, 2016ના રોજ પૂજાએ પિતા સાથે વાત કરી હતી. ફોન રાખતા પિતા મહેશ ભટ્ટે દીકરી પૂજાને કહ્યું, આઈ લવ યૂ બેટા, તેના પર પૂજાનો જવાબ હતો- આઈ લવ યૂ ટૂ પાપા. આ મામલે મહેશ ભટ્ટે કહ્યું, જો તું મને પ્રેમ કરે છે તો તું ખુદને પ્રેમ કર, કારણ કે હું તારી અંદર જ વસુ છું. પિતાની આ વાતચીતે પૂજાનું જીવન બદલી નાંખ્યો અને બાદમાં દારૂની લતમાંથી ધીમે ધીમે બહાર આવવા લાગી.
મુંબઈઃ એક્ટ્રેસ અને ફિલ્મમેકર જૂના ભટ્ટ એવી સેલિબ્રિટીઝમાંથી છે જે દારૂતી લત વિશે ખુલીને વાત કરે છે. પૂજાએ ખુદ એક ઇન્ટરવ્યૂમાં દારૂની લત વિશે સ્વીકાર્યું હતું. જણાવીએ કે, પૂજા ભટ્ટને પહેલા દારૂની આદત હતી જોકે હવે તેને આ આદતથી છૂટકારો મેળવી લીધો છે. તેણે પોતાના આ નિર્ણય પર ખુલીને વાત કરાવનું પણ શરૂ કર્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -