પ્લાસ્ટિક બેન પર આ એક્ટ્રેસે પૂછ્યું, ‘શું કોન્ડોમ પણ બેન આઈટમ્સમાં સામેલ છે?’
મુંબઈઃ મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે પોતાના ફિલ્મો કરતાં પોતાના બોલ્ડ નિવેદનો અને હોટ તસવીરને કારણે વધારે ચર્ચામાં રહે છે. ફરી એક વખત તેણે કંઈક એવું જ કર્યું છે અને મુદ્દો છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિક પર લગાવવામાં આવેલ બેન. આ બેનને લઈને પૂનમ પાંડેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક સવાલ પૂછ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા પણ પૂનમે પ્લાસ્ટિક પ્રતિબંધ પર કટાક્ષ કર્યો હતો. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે, “પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવાયો છે.. જેણે-જેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, તેઓ રસ્તામાં ના ફરે.”
પૂનમ પાંડેએ સોશિયલ મીડિયામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મામલે એક વિવાદિત સવાલ પૂછી લીધો છે. હાલમાં પૂનમે ટ્વીટ કરીને પૂછ્યું છે કે, “ખાલી પૂછું છું.. શું કૉન્ડમનો પણ પ્લાસ્ટિક પ્રતિબંધમાં સમાવેશ કરાયો છે.”
પૂનમે કરેલી ટ્વીટની ઘણી ચર્ચા થઈ રહી છે. પૂનમે કરેલી ટ્વીટ પર વિચિત્ર રિએક્શન આવી રહ્યા છે, પૂનમના ફેન્સ તેની હોટનેસના કારણે તેનાથી દૂર નથી રહી શકતા. આ કારણે પૂનમે યોગ દિવસ પર પોતાનો ટોપલેસ ફોટો શેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -