ગિલક્રિસ્ટની નજરમાં ધોની નહીં આ વિકેટકીપર છે સર્વશ્રેષ્ઠ
ગિલક્રિસ્ટે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સારાએ બિગ બેશમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. સારાના વન-ડે કરિયરની વાત કરીએ તો તે કુલ 128 શિકાર કરી ચૂકી છે જેમાં 80 કેચ અને 48 સ્ટમ્પિંગ છે. જ્યારે ટી20 મેચોમાં તેણે 49 સ્ટમ્પિંગ અને 22 કેચ કર્યા.
મીડિયા સાથે વાત કરતાં ગિલક્રિસ્ટે કહ્યું કે, ‘સારા લેગ સાઈડ સ્ટમ્પિંગમાં નિપુણ છે અને તે માટે તેને ઓળખવામાં આવે છે. ઊંચા કદની સારા આંખના પલકારે શિકાર કરે છે અને શિકાર પોતે પણ વિચારમાં પડી જાય છે આટલું જલ્દી શું થઈ ગયું. ગિલક્રિસ્ટની નજરમાં સારા મેલ અને ફીમેલ બંને ક્રિકેટમાં સૌથી ઉમદા વિકેટકીપર છે.’
દુનિયાના મહાનતમ વિકેટકીપરોમાં સ્થાન પામતા ગિલક્રિસ્ટે ઈંગ્લેન્ડની મહિલા ટીમની વિકેટકીપર સારા ટેલરને દુનિયાની સર્વશ્રેષ્ઠ અને પોતાની ફેવરિટ વિકેટકીપર ગણાવી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ વિકેટકીપર ગણવામાં આવે છે. જોકે ઓસ્ટ્રેલિયાના મહાન વિકેટકીપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર નથી ગણતા.