મુંબઇઃ પોર્નોગ્રાફી કેસમાં (Pornography Case) સતત નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને રાજ કુન્દ્રાનો (Raj Kundra) ગાળિયા વધુ ફિટ થાય એવા પુરાવાઓ મળ્યા છે. ક્રાઇમ બ્રાન્ચને રાજ કુન્દ્રાની ઓફિસમાંથી એક ગુપ્ત કબાટ મળ્યુ છે, આ ગુપ્ત કબાટમાંથી પોલીસને અનેક પ્રકારની વસ્તુઓ મળી છે. શનિવારે પોલીસે રાજ કુન્દ્રાની વિયાન ઇન્ડસ્ટ્રીઝ અને JL સ્ટ્રીમના અંધેરી ઓફિસ પર દરોડા પાડ્યા, જ્યાંથી એક ગુપ્ત કબાટ મળ્યુ. આ ગુપ્ત કબાટમાંથી ક્રાઇમ બ્રાન્ચને ઘણીબધા બૉક્સ અને ફાઇલો મળી છે. ક્રાઇમ બ્રાન્ચના સુત્રોનુ કહેવુ છે કે આ ફાઇલોમાં ક્રિપ્ટે કરન્સી સાથે જોડાયેલી મહત્વની જાણકારીઓ છે.  


ઉલ્લેખનીય છે કે આ પહેલા 19 જુલાઇએ પણ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની આ જ ઓફિસમાં રેડ કરી હતી, પરંતુ આ ગુપ્ત કબાટ ન હતુ દેખાયુ, પરંતુ શનિવારે રાજ કુન્દ્રા સાથે જોડાયેલા કેટલાક લોકો પાસેથી આ વાતની જાણકારી મળી હતી, આ પછી આ ઓફિસમાં પોલીસે ફરીથી દરોડા પાડ્યા હતા. 


વળી, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ મરક્યૂરી ઇન્ટરનેશનલ કંપનીની તપાસમાં જોડાઇ ગઇ છે. બતાવવામાં આવી રહ્યું છે કે રાજ કુન્દ્રાના એકાઉન્ટમા મરક્યૂરી ઇન્ટરનેશનલમાંથી પૈસા આવ્યા. કંપનીના આફ્રિકા બેન્કના એકાઉન્ટમાંથી આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મરક્યૂરી ઇન્ટરનેશનલ ઓનલાઇન જુગારનુ કામ કરે છે. પોલીસને શંકા છે કે પોર્નોગ્રાફીના પૈસા જુગારમાં લગાવવામાં આવ્યા હતા.


પૂછપરછ દરમિયાન રડવા લાગી શિલ્પા શેટ્ટી--- 
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની શુક્રવારે પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે અભિનેત્રીનું નિવેદન નોંધ્યું હતું. ક્રાઈમ બ્રાંચના સૂત્રો મુજબ, નિવેદન દરમિયાન શિલ્પા શેટ્ટી ત્રણથી ચાર વખત રડવા લાગી હતી. ક્રાઈમ બ્રાંચે અઢી કલાક સુધી પૂછપરછ કરી હતી. અધિકારીઓએ શિલ્પા શેટ્ટીને પૂછ્યું કે શું રાજ કુંદ્રાએ પોર્નોગ્રાફીનું કામ કર્યું છે. ઘરમાં સર્ચ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી અને ત્યાર બાદ પ્રોપર્ટી સેલના બે અધિકારીઓએ શિલ્પાને 20થી 25 સવાલ પૂછ્યા. સૂત્રોએ કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચને એવી જાણકારી મળી હતી કે શિલ્પાને હોટશોટ વિશે ખબર છે.