ગુજરાતમાં શનિવાર સાંજથી  વરસાદી માહોલે જમાવટ કરી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 27 જુલાઇ સુધી રાજયમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  


હવામાન વિભાગે આજથી 27 જુલાઇ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 27 જુલાઇ સુધી અતિભારે વરસાદ થઇ શકે છે. રાજ્યમાં ચોમાસું શરૂ થતાં વરસાદનું આગમન પણ થઇ રહ્યું છે. ગઇકાલે રાજકોટ ગોંડલ સહિતના વિસ્તારમાં સાંબેલાધારે વરસાદ વરસ્યો. તો રવિવારે પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.


બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 27 જુલાઇ સુધી27 જુલાઇ સુધી રાજયમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  ગુજરાતના ક્યાં જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડશે જાણીએ..


આગામી 2 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર 25 જુલાઇ અને 26 જુલાઇ  રવિવારે અને સોમવારે  દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. રવિવારે ભરૂચ, નવસારી, સુરત, વલસાડ,દમણ, દાદરાનગર હવેલી, ઉપરાંત દરિયાઇ વિસ્તાર પોરબંદર, સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, બનાસકાંઠા, સાબકકાંઠા, પાટણ, મહેસાણામાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની શકયતા વ્યક્ત


વડોદરામાં મેઘમહેર
વડોદરામાં લાંબા વિરામ બાદ વાઘોડિયા સમગ્ર પંથકમા મેધ મહેર જોવા મળી. વહેલી સવારથીજ અવીરત વરસી  વરસાદ રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં  ધરતીપુત્રોમા આનંદ છવાઇ ગયો છે. છેલ્લા ઘણા સમયથી વાવણી લાયક વરસાદની ખેડૂતો જોતા હતા, સવારથી વરસતાં ધોધમાર વરસાદના કારણે વડોદરાના માડોધર રોડ વિસ્તારની સોસાયટીઓ અને મુખ્ય બજારમા ભરાયા પાણી


પંચમહાલમાં વરસાદી માહોલ
સમગ્ર પંચમહાલ જિલ્લા માં વરસાદી માહોલે જમાવટ કરી છે. વહેલી સવાર થી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પાંચ દિવસના વિરામ બાદ જિલ્લામાં ફરી મેઘ મહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ગોધરા, શહેરા,મોરવા હડફ,હાલોલ,કાલોલ ,ઘોઘંબા અને જાંબુઘોડા સહિત તમામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી 27 તારીખ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.