મુંબઇઃ પોર્નોગ્રાફી કેસમાં એક્ટ્રેસ ગહના વશિષ્ઠને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એક્ટ્રેસને મુંબઇ સેશન્સ કોર્ટમાંથી મોટો ફટકો લાગ્યો છે. એક્ટ્રેસે વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે, કોર્ટે કોઇ રાહત ના આપતા હવે આ અંગે વધુ સુનાવણી આગામી 6 ઓગસ્ટે થશે. પોર્નોગ્રાફી કેસ (Pornography Case)માં રાજ કુન્દ્રાની સાથે એક્ટ્રેસ ગહના વશિષ્ઠ (Gehana Vasisth) પર પણ ગંભીર આરોપો લાગેલા છે. ગંદી બાત ફેમ ગહના વશિષ્ઠને મુંબઇની વર્ષની શરૂઆતમાં ફેબુઆરી 2021માં ધરપકડ કરવામાં આવી હતી. ગહના વશિષ્ઠે ખુલાસો કર્યો છે કે, મુંબઇ પોલીસે ધરપકડ ન કરવા માટે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી.


ગહના પર એ પણ આરોપ લાગ્યા છે કે રાજ કુન્દ્રાની કંપની માટે પોર્ન ફિલ્મોમાં ડાયરેક્શન કરતી હતી, તેના કેટલા વીડિયોઝ પોલીસે પોર્ન ફિલ્મ માની છે, હવે આ કેસ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે, અને એક્ટ્રેસ ગહના વશિષ્ટની મુશ્કેલીઓ વધી ગઇ છે.


ખાસ વાત છે કે સોમવારે ગહના વશિષ્ઠે એક લાઇવ ઇન્સ્ટાગ્રામ સેશન કરીને ન્યૂઝ વીડિયો લાઇવ કર્યો હતો, જે રાજ કુન્દ્રાના સપોર્ટમાં હતો, તે પોર્ન અને ઇરોટિકો વિશે ફેન્સને માહિતી આપતી હતી. જ્યારે વીડિયો લાઇવ હતો તે દરમિયાન એક્ટ્રેસે પોતે ન્યૂડ હતી, તેના શરીર પર કોઇપણ કપડાં ન હતા. 


ચકચારી પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા, એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ સહિત કંપીનાના ત્રણ પ્રોડ્યુસર સામે નોંધવામાં આવ્યો છે. જેની કાર્યવાહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલને સોંપવામાં આવી છે. આ કેસ માલવાણી પોલીસ સ્ટેશમાં નોંધાયો છે. 


પોર્ન કેસમાં એક્ટ્રેસ ગહના વશિષ્ઠ 4 મહિના સુધી જેલમાં રહેવું પડ્યં હતું. પોર્ન કેસની આરોપી ગહના વશિષ્ઠે પોર્નકેમસાં લાગેલા તેમના દરેક આરોપોને નકાર્યા હતા. ઉલ્લેખનિય છે કે પોર્નકેસમાં ગહના વશિષ્ઠ પર અનેક ગંભીર આરોપ લગાવાયા છે.


ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. તેની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. ધરપકડ અને કાયદાકીય ગૂંચવણમાં ફસાયા બાદ રાજ કુન્દ્રા અને તેની એપ હૉટશૉટ્સની વિરુદ્ધના કેટલાય ખુલાસા સામે આવી રહ્યાં છે. હવે બૉલીવુડ હૉટ એક્ટ્રેસ ગણાતી શર્લિન ચોપડાએ તેના પર યૌન દુર્વ્યવહારનો ગંભીર આરોપ લગાવ્યો છે.