નવી દિલ્હીઃ આજે બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચાઈ પર પહોંચી ગયા છે. સેન્સેક્સ 558 પોઈન્ટની તેજી સાથે 53500 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 115 પોઈન્ટની તેજી સાથે પ્રથમ વખત 16000ને પાર પહોંચી ગયો છે. નિફ્ટી આ જ વર્ષે 5 ફેબ્રુઆરીના રોજ 15000ની સપાટીએ પહોંચ્યો હતો. ગઈકાલે સેન્સેક્સ 363.79 પોઈન્ટ એટલે કે 0.69 ટકા ઉછળ્યો હતો.
શેર બજારમાં મંગળવારના શરૂઆતના કારોબાર દરમિયાન તેજીની વચ્ચે બીએસઈ પર નોંધાયેલ કંપનીઓની માર્કેટ કેપ 238.95 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ. રોકાણકોરની સંપત્તિમાં શુક્રવારના બંધ ભાવથી 3 લાખ 45 હજાર 729 કરોડ રૂપિયાનો વધારો થયો છે. દિવસના કારોબાર દમરિયાન સૌથી વધારે તેજી ટાઈટનમાં જોવા મળી છે. ત્યાર બાદ સન ફાર્મા, ભારતી એરટેલ, એચડીએફસી, ઇન્ડસઇન્ડ બેંક અને એશિયન પેઈન્ટમાં પણ તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે.
BSE પર 3257 શેરમાં ટ્રેડ થઈ રહ્યું છે. તેમાં 1774 સ્ટોક તેજી સાથે તો 1366 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.
બજારને FMCG અને ફાર્મા સેક્ટર તરફથી સપોર્ટ મળી રહ્યો છે. NSE પર બન્ને ઇન્ડેક્સ 1-1 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. સન ફાર્માનો સ્ટેક 3 ટકા ઉછળીને 798 પર ટ્રેડ થઈ રહ્યો છે. FMCG સેક્ટરમાં UBLનો સ્ટોક 2.50% અને બ્રિટાનિયાનો સ્ટોક 1.79% ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.
અમેરિકન ડોલરની સામે રૂપિયામાં ચાર પૈસાની તેજી
ટ્રેડર્સના સાવચેતીના વલણની વચ્ચે ભારતીય રૂપિયો મંગળવારે મેરિકન ડોલરની સામે ચાર પૈસાની ત જી સાથે 74.30ની સપાટી પર પહોંચ્યો છે. કરન્સી માર્કેટમાં રૂપિયો ડોલરની સામે 74.36 રૂપિયા પર ખુલી, તેજી સાથે 74.30 પર પહોંચ્યો છે, જે ગઈકાલના બંધ ભાવની સામે ચાર પૈસાની તેજી દર્શાવે છે.
રૂપિયો સોમવારે અમેરિકન ડોલર સામે 74.34 પર બંધ રહ્યો હતો. વૈશ્વિત ક્રૂડ બેન્ચ માર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.04 ટકાના ઘટાડા સાથે 72.86 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.