‘બાહુબલી’ પ્રભાસના આંધ્રના પાવરફુલ CMની પુત્રી સાથેના અફેરના કારણે મચેલો ખળભળાટ, જાણો વિગત
મુંબઇઃ હાલમાં સમગ્ર દેશમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ બાહુબલી-2ની ચર્ચા છે. ફિલ્મ રીલિઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. બાહુબલી ફિલ્મના બંન્ને પાર્ટમાં પ્રભાસે કરેલી એક્ટિંગના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે. જોકે, થોડા વર્ષો અગાઉ ‘બાહુબલી’ પ્રભાસના આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ.રાજશેખર રેડ્ડીની પુત્રી શર્મિલા રેડ્ડી સાથે અફેર હોવાની ચર્ચાએ ખળભળાટ મચાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય એસ રાજશેખર રેડ્ડીનું સપ્ટેમ્બર 2009માં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું.
આ મામલે પ્રભાસે પણ પોતાના ફેસબુક પેજ પર શર્મિલા સાથે અફેર લઇને ચાલી રહેલી અફવાનું ખંડન કર્યું હતું. અને કહ્યુ હતું કે, મારા શર્મિલા સાથે અફેરને લઇને ચાલી રહેલા ન્યૂઝ ફેક છે. હું શર્મિલાને ક્યારેય મળ્યો પણ નથી એટલું જ નહીં મેં તેમની સાથે ક્યારેય વાત પણ કરી નથી. અગાઉ પણ મારી ખરાબ તબિયત પર ચાલતી અફવાનું ખંડન કરી ચૂક્યો છું.
હૈદરાબાદ પોલીસે અફવા ફેલાવનારા શ્રીપાઠી નરેશ અને જેન્નાપુ રેડ્ડી નામની બે વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. શર્મિલાએ પણ પોલીસ સ્ટેશનમાં અફવા ફેલાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી.
કેટલીક વેબસાઇટે દાવો કર્યો હતો કે, પ્રભાસ અને શર્મિલા વચ્ચે અફેર ચાલી રહ્યું છે. જોકે, બાદમાં પ્રભાસે આ વાતનું ખંડન કર્યું હતું અને તેને માત્ર અફવા ગણાવી હતી.