મુંબઈ: સુપરસ્ટાર પ્રભાસે પોતાની ફિલ્મ બાહુબલીના પાંચ વર્ષ પૂરા થતા એક ખાસ તસવીર શેર કરી છે. આ તસવીરમાં પ્રભાસ ઘોડે સવારી કરતા જોવા મળી રહ્યો છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે. એ ટીમને સલામ જેમણે મેજિત ક્રિએટ કર્યો! 'બાહુબલી: ધ બિગિનિંગ'ના પાંચ વર્ષનો જશ્ન.

અભિનેતાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર ફિલ્મના ટ્રેલરને પણ શેર કર્યું છે. તેની સાથે લખ્યું, બાહુબલી બિગિનિંગના પાંચ વર્ષ થઈ ગયા. ઘણી જૂની યાદો તાજી થઈ. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાની એક છે, જેને વિશ્વ સ્તર પર પણ ઓળખ મળી છે.



બાહુબલી સીરીઝની બીજી ફિલ્મ બાહુબલી 2: ધ કૉન્ક્લૂઝન (2017) ને વૈશ્વિક બોક્સ ઓફિસ પર આશરે 1810 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે 2015માં આવેલી પ્રથમ ફિલ્મની કુલ કમાણી આશરે 685 કરોડ રૂપિયા હતી.



ફિલ્મમાં રાણા દગ્ગુબતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા અને રમ્યા કૃષ્ણન જેવા કલાકરો હતા.