મળતી માહિતી અનુસાર પ્રભાસને ફિલ્મ માટે મેકર્સ ત્રણ ગણી ફી આપી છે. પ્રભાસને ફિલ્મ માટે 100 કરોડ ફી મળી છે. પ્રભાસે રજનીકાંત, સલમાન ખાન અને શાહરૂખ ખાનને હાઇએસ્ટ પેડ એક્ટરના લિસ્ટમાં પાછળ છોડી સૌથી મોંઘો એક્ટર બની ગયો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસ સાહોના પ્રી રિલીઝ બિઝેનસનો 50 ટકા ભાગ લેશે. જો કે એની હજુ કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
શ્રદ્ધા કપૂરની સાઉથ ઇન્ડસ્ટ્રીમાં આ પહેલી ફિલ્મ છે. એને પણ મેકર્સ તગડી રકમ ચૂકવી છે. સાહો માટે શ્રદ્ધા કપૂરને 7 કરોડ ફી આપી હોવાની પણ માહિતી સામે આવી છે. એની સાથે શ્રદ્ધાએ હાઇએસ્ટ પેડ ઇન્ડિયન એક્ટ્રેસસની લિસ્ટમાં જગ્યા બનાવી લીધી છે. આ વર્ષે શ્રદ્ધાની ત્રણ ફિલ્મો બેક ટૂ બેક રિલીઝ થઇ રહી છે. એમાં સાહો, છિછોરે, સ્ટ્રીટ ડાન્સર સામેલ છે.