સાહોને નેગેટિવ રિવ્યૂ ભલે મળ્યા હોય પરંતુ બૉક્સ ઓફિસ કલેક્શને જોતાં તેની કમાણી પર કોઈ અસર પડી નથી. દુનિયાભરના લોકો સાહો જોવા માટે થિયેટર પહોંચી રહ્યાં છે. આ જ કારણ છે કે સાહોએ દુનિયાભરમાં 350 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે.
ચાર ભાષામાં રિલીઝ થયેલી સાહો હિંદી વર્ઝનમાં પણ હિટ સાબિત થઈ છે. ફિલ્મે 100 કરોડનો બેન્ચમાર્ક પહેલા જ પાર કરી લીધો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પ્રમાણે સાહો ચાલુ વર્ષે પ્રથમ અઠવાડિયામાં હિંદીની ચોથી હાઈએસ્ટ ગ્રૉસર ફિલ્મ બની ગઈ છે. અત્યાર સુધી ભારતમાં નેટ બૉક્સ ઓફિસ કલેક્શન 116.03 કરોડની કરી લીધી છે.