આદિપુરુષનું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ થતાં જ બબાલ મચી ગઇ. હવે આ ફિલ્મના ટીઝર વિવાદને લઈને વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ચાહકોનો દાવો છે કે ટીઝર વીડિયો જોયા બાદ પ્રભાસ પણ ખૂબ ગુસ્સે છે.


સાઉથ સુપરસ્ટાર પ્રભાસની બહુપ્રતિક્ષિત ફિલ્મ આદિપુરુષનું ટીઝર રિલીઝ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર ખળભળાટ સર્જ્યો છે. હિન્દુ ધાર્મિક ગાથા રામાયણ પર આધારિત આ ફિલ્મના ટીઝરમાં દર્શાવવામાં આવેલા પાત્રોના લુકથી દર્શકો ખૂબ જ નાખુશ છે. ફિલ્મના ટીઝરમાં ઘણી બધી બાબતો માટે ટ્રોલિંગ ચાલુ છે. હવે આ ફિલ્મ મનોરંજન કરતાં વધુ ગંભીર મુદ્દાનો વિષય બનવા લાગ્યો છે. આ ફિલ્મના ટીઝર વિવાદને લઈને હવે વધુ એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં ચાહકોનો દાવો છે કે પ્રભાસ પણ ટીઝર વીડિયોથી ખૂબ  જ નારાજ છે.


ઉલ્લેખનિય છે કે, પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું ટીઝર સૌથી પહેલા રામજન્મભૂમિ અયોધ્યામાં બતાવવામાં આવ્યું હતું. તે દરમિયાન પ્રભાસની એક વિડિયો ક્લિપ ટીઝર સ્ક્રીનિંગ બાદ ફિલ્માવાઈ રહી છે. આ ક્લિપને ફિલ્મના ટીઝર પર ચાલી રહેલા વિવાદ સાથે જોડવામાં આવી રહી છે. આ વીડિયોને લઈને ચાહકો દાવો કરી રહ્યા છે કે આ વીડિયો અયોધ્યામાં આદિ પુરુષના ટીઝરની સ્ક્રીનિંગ બાદ પ્રભાસની પ્રતિક્રિયાનો છે. ટીઝર જોઈને પ્રભાસ મેકર્સથી નાખુશ દેખાય છે. વીડ્યો માં  પ્રભાસના એક્સપ્રેશન્સથી એવું લાગે છે કે, તે ગુસ્સા સાથે  ડાયરેક્ટર ઓમને તેના રૂમમાં આવવા માટે કહે છે.






 


પ્રભાસ-કૃતિની કેમેસ્ટ્રી હિટ પરંતુ સૈફ રાવણના લુકમાં અનફિટ છે


ટીઝરને લઈને જે વિવાદ સર્જાયો છે તેનું સૌથી મોટું કારણ રામાયણના પાત્રોનો અકલ્પ્ય દેખાવ છે. રાવણ સ્પાઇક્સ હેરકટ અને લેધર જેકેટ પહેરેલા હનુમાનજી સાથે આવા ઘણા પાત્રોના ગેટઅપે દર્શકોને નિરાશ કર્યા છે. લોકોએ નિર્માતાઓ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ લગાવ્યો છે. જોકે, દર્શકોને ભગવાન રામના પાત્રમાં પ્રભાસના લુકથી કોઈ ફરિયાદ નથી. ફિલ્મના ટીઝરમાં જો દર્શકોને કંઈક પસંદ આવ્યું હોય તો તે છે પ્રભાસ અને કૃતિની કેમેસ્ટ્રી.


VFX નો ઉડી રહ્યો છે મજાક  


ટીઝર જોયા બાદ યુઝર પણ કહે છે કે એવું લાગે છે કે તેને ઉતાવળમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનો  સોશિયલ મીડિયા પર ખૂબ જ મજાક ઉડી રહ્યો છે. ઘણા યુઝર્સે તો એવું પણ કહ્યું છે કે એવું લાગે છે કે તેઓ કોઈ કાર્ટૂન ફિલ્મ જોઈ રહ્યા છે. એક દર્શકે લખ્યું, 'ટીઝર ખૂબ જ ખરાબ છે. તે એક એનિમેટેડ ફિલ્મ જેવી છે. VFX એટલું ખરાબ છે કે કાર્ટૂન ચેનલોમાં સારી ફોટોગ્રાફી થાય છે. તમને જણાવી દઈએ કે 'આદિપુરુષ'નું પોસ્ટર પણ યુઝર્સને પસંદ આવ્યું નથી. પોસ્ટરને લઈને ઘણી ટ્રોલીંગ પણ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ આવતા વર્ષે ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.