Weight Loss: જો આપ વજન ઓછું કરવા માંગતા હો તો ખાવામાં આ 5 ફળને અવશ્ય સામેલ કરો, તેને ખાવાથી આપની ભૂખ પણ શાંત થઇ જશે અને વજન પણ નહીં વધે.
જો આપ વજન ઓછું કરવા માંગતા હો તો ખાવામાં આ 5 ફળને અવશ્ય સામેલ કરો, તેને ખાવાથી આપની ભૂખ પણ શાંત થઇ જશે અને વજન પણ નહીં વધે. ફળોમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ મળે છે. તેનાથી આપને એનર્જી મળશે અને લાંબા સમય સુધી ભૂખ પણ નહી લાગે
પપૈયા
વજન ઉતારવા માટે પપૈયું એક ઉત્તમ ફળ છે. પપૈયામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર હોય છે. તેથી તે વજન ઉતારવામાં કારગર છે. તે પાચન ક્રિયાને હેલ્ધી રાખવામાં પણ મદદરૂપ થાય છે. પપૈયાથી મેટાબોલિજમ સારૂં રહે છે. જેથી જ્યારે પણ ભૂખ લાગે એક બાઉલ પપૈયા ખાઇ લો તેનાથી તરત જ એનર્જી મળશે.
સફરજન
આમ તો સફરજન ફળોનો રાજા છે.આ ફળ સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. સફજનમાં બધા જ પોષક તત્વો મળશે, સફરજનમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને કેલેરી ખૂબ જ ઓછી હોય છે જેથી વેઇટ લોસમાં મદદ મળે છે. બ્લડ શુગર ઓછું કરવામાં, બોડીને ડિટોક્સ કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સફરજન ફાયદાકારક છે.
પાઇનએપ્પલ
વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે પાઇનેપલ પણ બેસ્ટ ફ્રૂટ છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે આપણા આંતરડાને સાફ કરવાનું કામ કરે છે. પેટ સાફ કરવા માટે પણ પાઇનેપલ ખાવાની સલાહ અપાય છે. તેમાં બ્રોમોલેન એન્જાઇમ હોય છે. જે પાચન તંત્રને મજબૂત રાખે છે અને તેના કારણે પણ વજન ઉતારવામાં મદદ મળે છે.
સ્ટ્રોબેરીઝ
સ્ટ્રોબેરી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તે ટોક્સિનને બહાર કાઢે છે. હૃદય સંબંધિત સમસ્યામાં પણ તે ઓષધનું કામ કરે છે. ભૂખ લાગે ત્યારે સ્ટ્રોબેરી ખાઇ શકાય તેનાથી વજન વધતું નથી અને ભૂખ પણ સંતોષાય છે
જામફળ
એક જામફળ એક સફરજન સમાન છે. જામફળમાં પણ ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જેના કારણે પેટ ભરાઇ જાય છે. આ સિવાય ઇમ્યુનિટી વધારવા માટે જામફળ ખાવું જોઇએ. તેમાં વિટામિન સી પણ ભૂરપૂર માત્રામાં હોય છે. તે વજન ઘટાડતું એક ઉત્તમ ફળ છે ઉપરાંત તે ડાયાબિટીશ, કેન્સર, હાઇબ્લડ પ્રેશર, અપચો જેવી બીમારીમાં પણ ફાયદાકારક છે.
Health Tips: ગેસ અને પેટ ફુલી જવાની સમસ્ચામાં રામબાણ ઇલાજ છે આ ડ્રિન્ક, રૂટીનમાં કરો સામેલ
વજન ઓછું કરવામાં અને પેટ ફુલવાની સમસ્યામાં રામબાણ ઇલાજ છે આ ડ્રિન્ક, દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી 2 મહિનામાં પેટ ફુલવાની સમસ્યાથી મળશે છૂટકારો
અનિયમિત જીવનશૈલી અને આહારશૈલીના કારણે મેદસ્વિતા હવે સામાન્ય રીતે મોટા ભાગના લોકોમાં જોવા મળતી સમસ્યા છે. મેદસ્વીતાથી મુક્તિ મેળવવા માટે જિમ, વોકિંગ અને ડાયટિંગ સહિતના અનેક ઉપાય લોકો કરે છે. જો કે ઘણી વખત લાખ કોશિશ થતાં મેદસ્વીતાથી છૂટકારો નથી મળતો, મેદસ્વીતાથી પીડિત લોકો માટે આ ઘરેલુ નુસખો ખૂબ જ કારગર છે.
મેદસ્વીતાથી પીડિત લોકો માટે જીરાનું પાણી એક ઉત્તમ અને સરળ સસ્તો ઘરેલુ ઉપાય છે. એક અધ્યયનમાં જોવા મળ્યું કે, 78 મેદસ્વી લોકોને 2 મહિના માટે દિવસમાં ત્રણ વખત જીરાનું પાણી આપવામાં આવ્યું, આ અધ્યયનના તારણમાં જોવા મળ્યું કે, 78 લોકોના પેટના આકારને ફ્લેટ કરવામાં અને ઇન્સુલિન સંવેદનશીલતામાં સુધાર કરવામાં આ ઉપાય ખૂબ જ કારગર છે.
આયુર્વૈદ મુજબ જીરામાં ડાયાબિટિસ મારક ગુણ જોવા મળે છે. જીરા પાણી શુગર લેવલને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. ડાયાબિટીશના દર્દીમાં જીરા પાણીનું સેવન ફાયદાકારક છે. જીરા પાણી શરીરને ઇન્સુલિન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે અને રક્ત શર્કરાનું સ્તરને ઓછું કરવામાં ખૂબ જ ફાયદા કારક છે.
જીરામાં એવા યોગિક શક્તિશાળી ગુણો છે કે, જે શરીરને ફ્રીરેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે પ્રાકૃતિક રીતે લિવરના ડિટોક્સીફિકેશને સપોર્ટ કરવાની સાથે અપશિષ્ટને પણ શરીરમાંથી બહાર કાઢવામાં સહાયક છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.
જીરામાં એન્ટીએસેડિક રસાયણ હોય છે. જે ઇરેટેબલ બાઉલ સિન્ડ્રોમની સમસ્યાથી બચાવે છે. ઉપરાંત જીરા પાણીના સેવનથી અપચો, પેટ ફુલી જવું જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. તે આંતરડા માટે પણ હિતકારી છે.
જીરા પાણી બનાવવાની રીત
રાત્રે 2 ચમચી જીરૂ પાણીમાં પલાળી દો. સવારે આ જીરાના પાણીમાં ઉકાળી લો અને તેનું પાણી ગાળીને સવારે ભૂખ્યા પેટે પી જાઓ. બાકી રહેલું પલાળેલું જીરૂ ચાવી જાવ. આવું કરવાથી શરીરની ફેટ બર્ન થશે અને પેટ પર જામેલી ચરબી પણ ઉતરતી જશે. જીરા પાણી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે જેના કારણ હાર્ટ અટેકનો ખતરો પણ ટળે છે.