‘ડરપોક છે અમિતાભ બચ્ચન’, સાઉથના આ એક્ટરે લગાવ્યો બિગ બી પર ગંભીર આરોપ
પ્રકાશ રાજે આગળ કહ્યું કે, કઠુઆ રેપ કોઈ ધર્મ સાથે જોડાયેલો છે એટલે મારા માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે તેના કારણે એક સમાજના લોકો જેઓ ત્યાં રહે છે, તેમને ત્યાંથી ભગાડવાની ધમકી મળી રહી છે. પ્રકાશ રાજે આગળ કહ્યું, અને માત્ર એટલા માટે કે આરોપી પાર્ટીનો છે, તમે તેના સમર્થનમાં જાઓ છો. તેના સમર્થનમાં વિરોધ કરો છો. આ યોગ્ય નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના પર સવાલ પૂછવામાં આવ્યો કે અહીંયાં અમિતાભ બચ્ચન કાયર સાબિત થાય છે? તેના જવાબમાં રાજે કહ્યું મને લાગે છે આવું જ થયું છે. તેનાથી મને શું ફાયદો થવાનો, હું તેમને અપીલ કરી રહ્યો છું, મહેરબાની કરીને આગળ આવો. આ મહત્વપૂર્ણ છે, તમે કોઈ પાર્ટીની વિરુદ્ધ નથી બોલી રહ્યા. તમે એક મુદ્દા પર બોલી રહ્યા છો. તમે એક વિચારની વિરુદ્ધ બોલી રહ્યા છો જે દેશ માટે યોગ્ય નથી.
પ્રકાશ રાજે આગળ કહ્યું કે, હું ઈચ્છતો હતો કે અમિતાભ બચ્ચન બોલે, તેને રોકો…’ જ્યારે રાજને પૂછવામાં આવ્યું કે ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત ચહેરા વિરુદ્ધ બોલવા પર તેમને મુશ્કેલી ન થઈ? તેના પર તેમણે કહ્યું, મેં તેમને અપીલ કરી. હું સમજું છું કે એક્ટર હોવાના કારણે અમારી પણ સામાજિક ચેતના છે, અમારી જવાબદારી છે. કારણ કે જો અમે લોકો જ ડરી જઈશું તો સમાજના ડરપોક અને કાયર બનવાનું કારણ અમે બનીશું.
નવી દિલ્હીઃ પ્રકાશ રાજ પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેણે અમિતાભ બચ્ચન પર પ્રહાર કર્યો છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, કઠુઆ મામલે અમિતાભ બચ્ચને બોલવું જોઈતું હતું. તેની પાસે સારો અવાજ છે. પ્રકાશ રાજે કહ્યું, જમ્મૂ કાશ્મીરમાં 8 વર્ષની બાળકી સાથે થયેલ ગેંગરેપ પર અમિતાભ બચ્ચન એક શબ્દ પણ નથી બોલ્યા, જ્યારે તેનો અવાજ શાનદાર છે. તેમનું ન બોલવું એ દર્શાવ છે કે તેઓ ડરપોક છે.
સિંધમ અને વોન્ટેડ જેવી ફિલ્મોમાં રોલ કરી ચૂકેલા પ્રકાશ રાજે કહ્યું કે, ‘મેં તેમને અપિલ કરી, આ મારો અધિકાર છે, તેમને ખૂબ જ સારો અવાજ મળ્યો છે, હું ઈચ્છતો હતો કે તેઓ બોલે, પરંતુ તેમણે કહી દીધું કે હું આ મામલે કંઈ બોલવા ઈચ્છતો નથી. પરંતુ સર, આ એટલી ખરાબ ઘટના છે કે તમારે બોલવું પડશે’.
- - - - - - - - - Advertisement - - - - - - - - -