નવી દિલ્હી: દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સગાવાદ ચાલતો હોવાનો ખુલાસો કર્યો છે અને તેમણે પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન માટે તેને જવાબદાર ઠેરવ્યું છે.



તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “નેપોટિઝમમાંથી હું પણ પસાર થયો છું. હું તેની સામે જીતી ગયો.. મારા ઘા પણ ખૂબ જ ઉંડા છે. પરંતુ આ બાળક સુશાંત સિંહ રાજપૂત સહન ના કરી શક્યો, આપણે તેનાથી કોઈ શીખ લઈશું... શું આપણે તેની વિરુદ્ધ લડીશું. આવા સપનાને મરવા નહીં દઈએ... બસ એમજ પૂછી રહ્યો છું.”

સુશાંતે એકવાર એક વીડિયોમાં કહ્યું હતું કે, “નેપોટિઝમ માત્ર બોલિવૂડમાં જ નથી, પરંતુ તમામ જગ્યાએ છે. તમે આ મામલે કંઈ નહીં કરી શકો. નેપોટિઝમનું હોવાથી કોઈ પરેશાની નથી.”


તેની સાથે જ્યારે તમે જાણીજોઈને સાચી પ્રતિભાને સામે નહીં આવવા દો, સમસ્યા ત્યારે પેદા થાય છે. તે દિવસે ઈન્ડસ્ટ્રી ખતમ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, સુશાંતે મુંબઈના બ્રાન્દ્રા સ્થિત પોતાના આવાસમાં રવિવારે સવારે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.