પ્રકાશ રાજ એક ચનલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે "આ ખૂબ જ અર્થહિન છે કે હેલિકોપ્ટર એક પુષ્પક વિમાન છે. ત્રણ મૉડલ મેકઅપ કરીને રામ, લક્ષ્મણ અને સીતા બની જાય છે, પછી લોકો તેની પૂજા કરે છે. આ દેશમાં આ બધુ ના દેખાડવું જોઇએ. આ વાહિયાત છે"
પ્રકાશ રાજે એન્કરના સવાલના જવાબમાં કહ્યું હતું કે લોકો આ બધું જોઈને વોટ આપે છે એવું તમે કહો છો તો શું એનો વિરોધ નહીં કરવાનો. લોકો ભલે રામલીલાને સમર્થન આપતા. શું બાળકો પૉર્ન ફિલ્મો જુએ છે તો તમે બાળકોને જોવા દેશો. બન્ને સમાજ માટે હાનિકારક છે.
એન્કરે વળતો સવાલ કરતાં કહ્યું હતું કે તમે રામલીલાની તુલના પૉર્ન ફિલ્મો સાથે કરી રહ્યા છો ત્યારે ઍક્ટરે કહ્યું હતું કે રામલીલા સમાજ માટે યોગ્ય નથી, એનાથી લઘુમતીઓમાં ડરનો માહોલ પેદા થાય છે. મને ખબર છે કે શું સંસ્કૃતિ છે અને શું નથી. મંદિર જવું સંસ્કૃતિ છે, પછી લોકો સામે આવું નાટક શું કામ. રામ, સીતા અને લક્ષ્મણને હેલિકૉપ્ટરથી લાવવા સંસ્કૃતિ નથી.
જોકે પ્રકાશ રાજના આ નિવેદન બાદ સોશ્યલ મીડિયા પર લોકો ભડકી ઊઠ્યા છે. લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ તેની ધરપકડની પણ માગણી થઈ રહી છે.