પ્રિ-એંગેજમેન્ટ પાર્ટી: આકાશ અંબાણીનો ‘શાહી’ અંદાજ, ગુજરાતી સ્ટાઈલમાં જોવા મળી શ્લોકા મહેતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સેરેમની દરમિયાન આકાશ અંબાણીની બહેન ઈશાએ તેના ભાઈ-ભાભીની આરતી ઉતારી હતી અને આરતી બાદ શ્લોકા તેના નણંદ ઈશાને પગે લાગી હતી.
આ પાર્ટીમાં શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી, આલિયા ભટ્ટ, સચિન તેંડુલકર અને તેની પત્ની અંજલી, રણબીર કપૂર અને ફિલ્મ દિગ્દર્શક અયાન મુખરજી, પ્રિયંકા ચોપરા અને તેના બોયફ્રેન્ડ નિક જોનસ તથા કરણ જોહર સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
શ્લોકા મહેતાએ આ ફંક્શન માટે લાઈટ કલરનો લહેંગો પહેર્યો હતો અને આકાશ અંબાણીએ કોન્સ્ટ્રાસ્ટ શેરવાની પહેરી હતી. શ્લોકાના ડ્રેસની મહત્વની વાત એ હતી કે તેણે પોતાનો લહેંગાને ગુજરાતી સ્ટાઈલમાં તૈયાર કરાવ્યો હતો. તેણે લહેંગાનો દુપ્પટો પાછળથી આગળની તરફ પહેર્યો હતો.
શ્લોકા મહેતા અને આકાશ અંબાણીની સગાઈ પહેલા એક ગ્રાન્ડ પાર્ટી યોજવામાં આવી હતી જેમાં બોલિવૂડના સ્ટાર્સ પહોંચ્યા હતાં. આ પાર્ટીમાં શ્લોકા પણ બહુ જ ખુબસુરત અંદાજમાં પહોંચી હતી. જેને જોઈ હાજર સૌ કોઈ ખુશ થઈ ગયા હતાં.
મુંબઈ: દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે ગુરુવારે તેમના પુત્ર આકાશ અંબાણી અને ભાવિ પુત્રવધૂ શ્લોકા મહેતાની રિ-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઇ હતી. અંબાણી અને મહેતા પરિવાર એક બીજાને બહુ જ સારી રીતે પરિચિત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -