Wedding Photoshoot Video Viral: પહેલાં થતાં લગ્નમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો જમાનો હતો પણ હવે પ્રી-વેડિંગ ફોટોશૂટનો સમય છે. આ પ્રી-વેડિંગ ફોટોશૂટ અને વીડિયોગ્રાફીમાં સુંદર લોકેશન્સ હોય છે અને ફોટોગ્રાફર્સ પોતાની ક્રિએટિવિટીથી કપલ્સની વધુ સારી તસવીરો લેવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ ક્યારેક આ ફોટોશૂટ એટલા ફની થઈ જાય છે કે લોકો તેને જોઈને ખુબ હસે છે.

Continues below advertisement


આવા જ એક લગ્નના ફોટોશૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોશૂટ જોઈને ઈન્ટરનેટના લોકો દિવાના થઈ ગયા છે. વીડિયોમાં ફોટોગ્રાફરની ક્રિએટિવિટી પણ અદભૂત છે, પરંતુ છેલ્લી ઘડીએ આખો પ્લાન ધોવાઈ જાય છે. 


વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુગલ લગ્નના ફોટોશૂટ માટે એક લોકેશન પર ઉભું છે. કપલના હાથમાં છત્રી છે અને ઉપરથી પાણી વરસાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી બધું પ્લાન મુજબ ચાલતું હતું, પરંતુ અચાનક પાઇપમાંથી એટલું પાણી પડે છે કે છત્રી કાગડો બની જાય છે અને કપલ પલળી જાય છે. 






આખા પ્લાન પર પાણી ફરી વળ્યું..!
કપલને ખુશ કરવા માટે ફોટોગ્રાફરે અદ્ભુત સર્જનાત્મકતા બતાવી છે, પરંતુ પાઇપમાંથી નીકળતા પાણીએ આખું વાતાવરણ બગાડ્યું હતું. કપલ ખરાબ રીતે ભીંજાય છે. આમ, જે ક્ષણને કેમેરામાં કંડારવાની હતી તે ક્ષણ તો ના આવી પણ તેનાથી ઉલટું હાસ્યાસ્પદ ક્ષણ બીજા કેમેરામાં કૈદ થઈ હતી અને હવે આ ક્ષણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


આ પણ વાંચોઃ


TMKOC: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં થશે 'નવા નટુકાકા'ની એન્ટ્રી, વીડિયોમાં જુઓ કોણ છે નવા નટુકાકા