Nusrat Jahan Baby Bump: તૃણમૂલ કોંગ્રેસ સાંસદ નુસરત જહાં છેલ્લા કેટલાક દિવસોથી પતિ નિખિલ જૈનની સાથે પોતાના સંબંધોને લઇને સામે આવેલા વિવાદના કારણે ચર્ચામાં છે. હવે તેને તાજેતરમાં જ પોતાની પ્રેગનન્સીની પુષ્ટી કરતા એક તસવીર શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. તેની આ તસવીરો હાલના સમયમાં સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. ગયા મહિનાથી તે પોતાના પતિથી અલગ રહી રહેલી અભિનેત્રી નુસરત જહાં આ તસવીરમાં પોતાના કેટલાક કૉ-એક્ટર્સ સાથે દેખાઇ રહી છે.  


તેની પ્રેગનન્સીને લઇને અટકળો છેલ્લા ત્રણ મહિનાથી લગાવવામાં આવી રહી હતી, કેમકે તે દરમિયાન નુસરત જહાંએ ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતુ- તુ અમારા પોતાના અંદાજમાં દેખાઇશ.... જોકે નુસરત જહાં તે મુદ્દા પર મૌન સાધી રાખ્યુ. જોકે હવે સામે આવેલી આ તસવીરે તમામ અટકળો પર વિરામ લગાવી દીધુ છે. 



નુસરત જહાંએ બુધવારે એક નિવેદન આપીને કહ્યુ હતુ કે નિખિલ જૈનની સાથે તેના લ્ગન ક્યારેય કાયદેસર રહ્યાં જ નથી કેમકે ભારતમાં એક અંતરધાર્મિક વિવાદને ખાસ વિવાહ અધિનિયમ અંતર્ગત રજિસ્ટર કરવામાં આવવાનુ હતુ. જે તેના કેસમાં ક્યારેય થયુ જ નહીં અને એટલા માટે તલાકનો સવાલ જ નથી પેદા થતો.  


નુસરત જહાંએ કહ્યું- અમે બહુજ પહેલાથી જ અલગ રહી રહ્યાં છીએ, પરંતુ મેં આના વિશે ક્યારેય કંઇ નથી કહ્યું, કેમકે હું મારી પર્સનલ લાઇફને મારા સુધી જ સિમિત રાખવા માગુ છું. ટીએમસી સાંસદે જૂન 2019માં કોલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહ તુર્કી વિવાહ નિયમન અનુસાર આયોજિત કરવામાં આવ્યો હતો. 


નુસરત જહાંએ પોતાના નિવેદનોમાં નિખિલ જૈન પર તેના પૈસાનો ખોટો ઉપયોગ કરવા અને પોતાના માતા-પિતા દ્વારા પોતાની છોકરીને આપવામાં આવેલા ઘરેણાંને તેના પરિવારના સભ્યો દ્વારા પરત ના આપવાનો આરોપ લગાવ્યો છે.  


પોતાના નિવેદનમાં નુસરતે કહ્યું છે- જે 'અમીર' અને 'મારા દ્વારા વાપરવામાં આવેલા' થવાનો દાવો કરે છે, તે મારા બેન્ક ખાતાઓમાં ગેરકાયદે રીતે અને બિનયોગ્ય રીતે મોડી રાત્રે સંતાઇને પૈસા લઇ રહ્યો છે. એટલે સુધી કે અલગાવ બાદ પણ. મે આ પહેલા પણ સંબંધિત બેન્કને સૂચિત કરી દીધુ છે અને બહુ જલ્દી એક પોલીસ ફરિયાદ નોંધાઇ જશે.