‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ એક્ટ્રેસ રિયલ લાઇફમાં છે ખૂબ બોલ્ડ, જુઓ તસવીરો
abpasmita.in | 03 Jul 2019 09:44 PM (IST)
સોની સબ ટીવી પરથી પ્રસારિત થતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ લોકોમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. શોમાં રિટા રિપોર્ટરનું પાત્ર ભજવતી યુવતીને લોકો પસંદ કરી રહ્યા છે. આ શોમાં રિપોર્ટર તરીકે હાલ પ્રિયા આહુજા રોલ કરી રહી છે.
મુંબઈઃ સોની સબ ટીવી પરથી પ્રસારિત થતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ લોકોમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષો બાદ શો લોકોને જકડી રાખવામાં સફળ રહ્યો છે. શોમાં રિટા રિપોર્ટરનું પાત્ર ભજવતી યુવતીને લોકો પસંદ કરી રહ્યા છે. આ શોમાં રિપોર્ટર તરીકે હાલ પ્રિયા આહુજા રોલ કરી રહી છે. પ્રિયા શોમાં કલ તક ન્યૂઝ ચેનલમાં કામ કરતી હોય તેમ બતાવવામાં આવે છે. સીરિયલમાં તે મોટાભાગે સાદા લૂકમાં જ જોવા મળે છે પરંતુ રિયલ લાઇફમાં તે બોલ્ડ અને હોટ છે. સીરિયલના સાથી કલાકારો સાથે પણ તેણે ફોટા પોસ્ટ કર્યા છે. રિટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાના સોશિયલ મીડિયા પર અનેક સ્ટાઇલિશ અને ગ્લેમરસ ફોટો છે.