મુંબઈઃ નાના પડદાની એક્ટ્રેસ પ્રિયા બઠીજાના પતિ સાથેના સંબંધ કંઈક ઠીક નથી ચાલી રહ્યા. તેણે વર્ષ 2017માં રાયપુરના રહેવાસી ડીજે કંવલજીત સલૂજા સાથે લગ્ન કર્યા હતા. અહેવાલ અનુસાર હવે લગ્નના બે વર્ષ બાદ બન્ને સંબંધમાં ખટાશ આવી હોવાના અહેવાલ છે અને વાત છૂટાછેડાએ પહોંચી ગઈ છે.

લગ્નના બે વર્ષમાં બીજા પતિ સાથે પણ બગડ્યા સંબંધો, ફરીથી છૂટાછેડા લેશે આ ટીવી એક્ટ્રેસ!


પ્રિયા બઠીજાએ 2017માં કંવલજીત બીજા લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, લગ્નના 6 મહિના બાદ જ બંને વચ્ચે સુમેળભર્યા સંબંધો ન હોવાની ખબરો આવવા લાગી હતી. કપલના સંબંધો એટલી હદે વણસી ગયા કે લગ્ન બચાવવાનો પ્રયાસ કરવા કંવલજીત સલૂજા મુંબઈ શિફ્ટ થયો. જો કે ત્યાર બાદ પણ બંને વચ્ચે કંઈજ બરાબર ન થયું.



મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંનેએ છૂટાછેડા માટે અરજી પણ દાખલ કરી દીધી છે. જો કે, આ બાબતે પ્રિયા કે કંવલજીતે કોઈ ખુલાસો કર્યો નથી. આ પહેલા પ્રિયાએ 2009માં એક્ટર જતીન શાહ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. પરંતુ બે વર્ષ બાદ તેમણે છૂટાછેડા લઈ લીધા.