વાયરલ ગર્લ પ્રિયાએ આ પ્લેટફોર્મ પર માર્ક ઝકરબર્ગને પણ પાછળ પાડી દીધા, જાણો વિગતે
ખરેખર, પ્રિયાની અપકમિંગ મલયાલમ ફિલ્મ ‘ઉરુ અદાર લવ’નું ગીત ‘માનિક્ય મલારાયા પૂવી’ વાયરલ થઇ રહ્યું હતું, જેનાથી જોતજોતામાં સોશ્યલ મીડિયામાં પ્રિયાને ઢગલાબંધ ફોલોઅર્સ વધી ગયા હતા.
પ્રિયા 18 વર્ષની બીકૉમ ફર્સ્ટ ઇયરની સ્ટૂડન્ટ છે, જે કેરાલાના ત્રિશૂરમાં રહે છે, પ્રિયાની અપકમિંગ મલયાલમ ફિલ્મ ‘ઉરુ અદાર લવ’નું ગીત ‘માનિક્ય મલારાયા પૂવી’ છે, આ તેની ડેબ્યૂ ફિલ્મ છે. ગીત વેલેન્ટાઇન ડેના દિવસે વાયરલ થયું હતું.
આ વાત એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કેમકે ઇન્સ્ટાગ્રામનો માલિકી હક્ક માર્ક ઝકરબર્ગની પાસે છે, એટલે તે ઇન્સ્ટાગ્રામના માલિક છે અને લોકપ્રિય પણ છે.
ફોટો શેરિંગ એપ ઇન્ટાગ્રામ પર પ્રિયા પ્રકાશે ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગને પણ પાછળ પાડી દીધા છે, ઇન્સ્ટાગ્રામ પર પ્રિયાના 4.5 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે માર્ક ઝકરબર્ગના ઇન્સ્ટાગ્રામ પર માત્ર 4 મિલિયન ફોલોઅર્સ જ છે.
નવી દિલ્હીઃ એક નાની અમથી વીડિયો ક્લિપથી રાતોરાત લોકોના દીલમાં વસી જનારી મલયાલમી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરે હવે એક નવી સિદ્ધી મેળવી છે. તેણીએ સોશ્યલ મીડિયામાં ફોટો શેરિંગમાં ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગને પણ પાછળ પાડી દીધાં છે.