જાણીતા હાસ્ટલેખક વિનોદ ભટ્ટને હૉસ્પીટલમાં દાખલ કરાયા, તબિયત સ્થિર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રણેક દિવસની સારવાર પછી સોમવારે તેમને ઘરે લાવવામાં આવ્યા હતા, પણ ફરી તેમને મંગળવારે તેમને વીકનેસ, ખાંસી અને હાંફ ચડવાથી મોડી સાંજે ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિનોદ ભટ્ટના પત્ની નલિનીબહેનનું ગત પખવાડિયે અવસાન થયું એ પછી તેમનું સ્વાસ્થ્ય વધુ નબળું પડતું રહ્યું છે.
ત્રણ પેઢીને શિષ્ટ અને સુરુચિપ્રદ હાસ્યથી ગુજરાતીઓને ખડખડાટ હસાવનારા વિનોદભાઈ છેલ્લા કેટલાક સમયથી કિડનીની તકલીફથી પીડાઇ રહ્યાં હતા. ત્યારબાદ તેમને ફેફસમાં પાણી ભરાવવાની તકલીફ પણ થઇ હતી ત્યારે પણ તેમને હૉસ્પીટલાઇઝ કરવામાં આવ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતીઓની ત્રણ પેઢીને શિષ્ટ અને સુરુચિપ્રદ હાસ્યથી ખડખડાટ હસાવનારા વિનોદભાઈ હાલ ગંભીર બિમારીના કારણે હૉસ્પીટલાઇઝ થયા છે, માહિતી પ્રમાણે ફેમસ હાસ્યલેખક વિનોદ ભટ્ટની તબિયત એકદમ નાજુક સ્થિતિમાં છે, તેમને યુરિયાનું પ્રમાણ વધી જવાથી તેમને મીઠાખળી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -