Sunny Leoneને પછાડીને આ એક્ટ્રેસ બની મોસ્ટ પોપ્યુલર સેલિબ્રીટી
મનોરંજનમામાં બિગ બોસ, રજનીકાંતની ફિલ્મ 2.0, બાગી 3, રેસ 3 જેવા નામ સર્ચ કરવામાં આવ્યા હતા. જ્યારે ગીતમાં નેહા કક્ડનું ગીત દિલબર દિલબર સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું હતું.
પ્રિયા પ્રકાશ બાદ બોલિવૂડની એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સૌધી વધારે સર્ચ થનારી સેલિબ્રિટીની યાદીમાં ચોથા નંબર પર છે. જ્યારે બીજા ક્રમ પર દમદાર ડાન્સર સમના ચૌધરી છે. પાંચમાં કરમે સોનમ કપૂરના પતિ આનંદ આહુજાનું નામ છે. ગૂગલ યર ઇન સર્ચના પરિણામમાં અમેરિકાની અભિનેત્રી ડચેસ ઓફ સસેક્સ મેગન માર્કેલનું નામ પણ છે. આ સિવાય પણ ભારતના લોકેએ વોટ્સેપના સ્ટિકર, મોબાઇલ નંબરથી આધારનું લિંકિંગ, કલમ 377, આઈપીએલ સિઝન અને કીકી ચેલેન્જ્ડ જેવા કી વર્ડ સર્ચ કરેલા છે.
નવી દિલ્હીઃ પોતાની આંખોના ઈશારા અને અદાઓથી દેશભરને થોડા જ દિવસમાં પોતાના દીવાના બનાવનારી મલયાલમ ફિલ્મોની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર ફરી એક વખત ચર્ચામાં છે. ગૂગલ ઇન્ડિયાએ જણાવ્યું કે, વર્ષ 2018માં પ્રિયા પ્રકાશને ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી છે. આ રીતે તેણે આ મામલે એક્ટ્રેસ સની લિયોનીને પણ પાછળ છોડી દીધી છે.