કમલનાથ બન્યા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા તરીકે થઈ પસંદગી
કમલનાથને એક સમુદ્ધ રાજનેતા તરીકે જોવામાં આવે છે. કમલનાથનો જન્મ કાનપુરમાં થયો હતો અને તેમણે કોલકત્તામાં અભ્યાસ કર્યો છે. તેમણે કોલકત્તામાં સેન્ટ જેવિયર્સ કોલેજથી ગેજ્યુએટ થયા છે. કમલનાથ પ્રથમવાર 1980માં લોકસભાના સાંસદ બન્યા હતા. ત્યારબાદ 1985,1989,1991 સુધી સતત લોકસભા ચૂંટણી જીત્યા હતા. છિંદવાડાથી લોકસભાના નવ વખત સાંસદ બનેલા કમલનાથે રાજ્યમાં કોગ્રેસની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તે છેલ્લા અનેક દાયકાઓથી રાજ્યમાં કામ કરી રહ્યા છે અને અહીં તેમનો મજબૂત જનાધાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકમલનાથ મધ્યપ્રદેશના કોગ્રેસના અધ્યક્ષ છે. ઘણા સમયથી તેઓ રાજ્યમાં કોગ્રેસની જીત માટે પિચ તૈયાર કરી રહ્યા હતા. 15 વર્ષ બાદ કોગ્રેસનો વનવાસ કમલનાથની આગેવાનીમાં ખત્મ થયો છે. જોકે, મધ્યપ્રદેશમાં કોગ્રેસ બહુમતથી બે બેઠકો દૂર રહી પરંતુ સપા અને બસપાએ સમર્થન આપીને કોગ્રેસની આ ચિંતા દૂર કરી દીધી હતી. મધ્યપ્રદેશમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્યમંત્રીની રેસમાં આગળ હતા.
ભોપાલ: બે દિવસની ચર્ચા વિચારણાં પછી અંતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથના નામની જાહેરાત કરવામાં આવી છે. ભોપાલમાં કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળ્યા બાદ અંતે કમલનાથના નામની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ બંનેના નામો ચાલી રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -