પ્રિયા વરિયરે સની લિયોનીને શામાં છોડી પાછળ, જાણો વિગત
નવી દિલ્લી: વેલેંટાઈન વીક ચાલી રહ્યું છે. ત્યારે કપલ પોતાના વેલેંટાઈન ડેને સ્પેશલ દિવસ બનાવવા માટે ખાસ પ્લાનિંગ કરી રહ્યાં છે. આ વેલેંટાઈન વીકમાં સોશલ મીડિયા પર કપલ્સ એક બીજાને અલગ અલગ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલા અભિનેત્રી સની લિયોની ગૂગલ પર સર્ચ થનારી સૌથી વધુ લોકપ્રિય અભિનેત્રી હતી પણ તેને હવે પ્રિયા પ્રકાશ ટક્કર આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાયરલ વીડિયોમાં આંખોના ઈશારા-ઈશારાથી એક બીજાને પ્રપોઝ કરતા નજર આવી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ પ્રિયાના ચાહકો પણ વધી ગયા છે.
આ વીડિયોમાં મલયાલમ એભિનેત્રી પ્રિયા પ્રકાશ છે. જે વીડિયો ક્લિપ મલયાલમ ફિલ્મ ‘ઉરૂ આદર લવ’ના આ ગીતનો છે.
એક જ દિવસમાં ટ્વિટર, ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ બની ગયા છે. બોલીવુડની તમામ એભિનેત્રીને પાછડ છોડી હોલીવુડની હીરોઈનને ટક્કર આપી રહી છે.
પ્રિયાએ પોતાના એક્શપ્રેશનથી ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. તેણે પોતાના નામે નવો રેકોર્ડ બનાવી લીધો છે.
સની બાદ કેટરિના, અનુષ્કા અને દિપીકા પાદુકોણ સૌથી વધુ સર્ચ કરવામાં આવતી અભિનેત્રીઓ છે.
વેલેન્ટાઈન ડે પહેલા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે. વીડિયોમાં નજર આવતી પ્રિયા પ્રકાશ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી સેલિબ્રિટી સની લિયોનીને પણ પાછડ છોડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -