મહિલાએ સાડીમાં કર્યું સ્કાઈડાઇવિંગ, 13 હજાર ફૂટથી લગાવી છલાંગ
જણાવી દઈએ કે, નૌવારી સાડી મહારાષ્ટ્રમાં ખાસ પ્રકારને પહેરાતી સાડી છે. તેણે કહ્યું કે, ‘સાડી પહેરવી, તેના ઉપર પેરાશૂટ પહેરવું, સેફ્ટી ગિયર, કોમ્યુનિકેશન ટૂલ્સ, ચશ્મા, જૂતા વગેરે પહેરવાથી સ્કાઈ ડાઈવિંગ ઘણું પડકારજનક બની ગયું.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપદ્મશ્રી અને બે જુડવા બાળકોની માતા શીતલ રાણે મહાજને અત્યાર સુધી 18 રાષ્ટ્રીય સ્તરના સ્કાઈડાઈવિંગ રેકોર્ડ સ્થાપિત કરી ચૂકી છે. આ ઉપરાંત તેના નામે છ ઈન્ટરનેશનલ રેકોર્ડ, આખા વિશ્વમાં 704 જમ્પ લગાવવાનો રેકોર્ડ છે. તેના નામે ઘણા નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ્ઝ પણ મળી ચૂક્યા છે.
35 વર્ષીય શીતલે કહ્યું કે, ‘હું એ સાબિત કરવા માગતી હતી કે, મહિલાઓ ન માત્ર સામાન્ય દિનચર્યા દરમિયાન આ સાડી પહેરી શકે છે પણ સ્કાઈડાઈવિંગ જેવા જોખમભર્યા એડવેન્ચર પણ કરી શકે છે.’
શીતલે જણાવ્યું કે, ‘હું આગામી મહિને આવી રહેલા ઈન્ટરનેશનલ વુમેન્સ ડે પર કંઈક અલગ કરવા માગતી હતી. એટલે મેં મારા સ્કાઈ ડાઈવિંગ માટે નૌવારી સાડી પહેરવાનો નિર્ણય લીધો.’ તેણે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, આ સાડી લગભગ 8.25 મીટર લાંબી છે, જે સામાન્ય ભારતીય સાડીઓથી ઘણી લાંબી છે.
નવી દિલ્હીઃ પુણેની શીતલ રાણે મહાજને એડવેન્ચરની દુનિયામાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે સોમવારે થાઈલેન્ડમાં સાડી પહેરીને 13 હજાર ફૂટની ઉંચાઈથી સ્કાઈડાઈવિંગ કર્યું. તેની સાથે જ શીતલ રંગીન નૌવારી સાડી પહેરીને સ્કાઈડાઇવિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. સ્કાઈડાઈવિંગ બાદ રાણે મહાજને કહ્યું કે, અનુકૂળ હવમાન હોવાને કારણે તે વિશ્વ પ્રસિદ્ધ પર્યટક રિસોર્ટ પટ્ટાયા ઉપર એક વિમાનથી અંદાજે 13 ફૂટની ઉંચાઈથી બે વખત છલાંગ લગાવામાં સફળ રહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -