મુંબઇઃ બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પ્રિયંકા પતિ નિકને એક બૉલીવુડ ગીત પર નચાવી રહી છે. આ ગીત 'ચિકની ચમેલી' છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પ્રિયંકાએ પતિ નિકનો 27મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો છે.

'ચિકની ચમેલી' ગીત પરનો પ્રિયંકા અને નિકનો આ ડાન્સ વીડિયો તેમના ફેન્સે ફેન ક્લબ પર શેર કર્યો છે. વીડિયોમાં પ્રિયંકા પતિ નિકને 'ચિકની ચમેલી' ગીત પર ડાન્સ કરતાં શીખવાડી રહી છે, પહેલા પ્રિયંકા ડાન્સ કરે છે અને બાદમાં નિક તેની કૉપી કરી રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકા પીળા કલરનો આઉટફીટ પહેર્યો છે, વળી નિક જોનાસ બ્લેક કલરમાં હેન્ડસમ લાગી રહ્યો છે. પ્રિયંકા અને નિકના ડાન્સ વીડિયો પર ખુબ કૉમેન્ટ્સ આવી રહી છે.




નોંધનીય છે કે, તાજેતરમાં જ નિક જોનાસનો 27મો બર્થડે હતો, આના ખાસ બનાવવા માટે પ્રિયંકા ચોપડાએ આખુ સ્ટેડિયમ બુક કરાવી લીધુ હતુ. આનો એક વીડિયો પર સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.