નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાવવાની છે. ધર્મશાળાની પહેલી મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. હવે આજે વિરાટ સેના જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.


ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આજની બીજી ટી20 મેચ મોહાલીના પંજાબ એસોસિએશન આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાવવાની છે.



આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ રમાવવાની છે, જે ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગે શરૂ થશે, ટૉસ સાંજે 6.30 કલાકે થશે.

જો તમે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ જોવા માંગતા હોય તો, તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકો છો. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ તમે હૉટસ્ટાર પર જોઇ શકો છો.



સંભવિત ટીમો.....
ભારતઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપકેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, રાહુલ ચાહર, ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સૈની.

દક્ષિણ આફ્રિકાઃ- ક્વિન્ટૉન ડીકૉક (કેપ્ટન), રાસી વાન ડેર ડૂસેન, ટેમ્બા બાવુમા, જૂનિયર ડાલા, બ્યૉર્ન ફૉટ્યૂઇન, બેયુરાન હેડ્રિક્સ, રિઝા હેડ્રિક્સ, ડેવિડ મિલર, એનરિક નૉર્ત્ર્ઝે, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટૉરિયસ, કગીસો રબાડા, તબરેજ શમ્સી, જ્યોર્જ લિન્ડે.