બોલિવૂડની આ એક્ટ્રેસે સોનમ કપૂરની માગી માફી તો અનુષ્કાએ ક્લબમાં કરી Welcome
રિતેશ દેશમુખે પણ સોન કપર અને આનંદ આહૂજાને લગ્નની શુભેચ્છા પાઠવતું ટ્વિટ કર્યું, તમે બન્નેના લગ્ન બિલકુલ ફેરી ટેલ વેડિંગ જેવા હતા. તમને બન્ને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તમને બન્નેને દુનિયાભરની ખુશી અને પ્રેમ મળે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે પ્રિયંકા ચોપરાએ પણ સોનમ કપૂરને લગ્નની શુભેચ્છા આપતું ટ્વિટ કર્યું છે. તેણે ટ્વિટમાં લખ્યું, તમને બન્નેને લગ્નની શુભેચ્છાઓ. પરંતુ હું કામમાં ફસાયેલી હોવાને કારણે તારા લગ્નમાં હાજર ન રહી શકી. હું તમારા બન્નેના સુખી જીવનની પ્રાર્થના કરું છું.
અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ સોનમના લગ્નમાં સામેલ થયા ન હતા. તમને જણાવીએ કે પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ હાલમાં મેટ ગાલા માટે ન્યૂયોર્કમાં છે અને આ કારણે તે બન્ને સોનમનાં લગ્નમાં સામેલ થઈ શકી ન હતી. જ્યારે અનુષ્કા શર્મા પણ સોનમ કપૂરના લગ્નમાં હાજર રહી ન હતી. જોકે તેણે એક ટ્વિટ કરતાં સોનમને શુભેચ્છા પાઠવી છે. પોતાના ટ્વિટમાં તેણે લખ્યું, સોનમ કપૂર અને આનંદ આહૂજા તમે બન્ને જીવનભર ખુશ રહો. આ એક સુંદર સફર છે. તમારું આ ક્લબમાં સ્વાગત છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને બિઝનેસમેન આનંદ આહૂજાના મંગળવારે મુંબઈમાં સિખ રીતિરિવાજ અનુસાર લગ્ન થયા. લગ્ન બાદ એ જ રાતે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અસવર પર સમગ્ર બોલિવૂડ સામેલ થયું હતું જોકે કેટલાક સ્તાર સોનમના લગ્નમાં હાજર રહી શક્યા ન હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -