શું પ્રિયંકાએ નિક સાથે USમાં સિક્રેટ મેરેજ કરી લીધાં? તસવીર થઈ રહી છે વાયરલ
જ્યારે પ્રિયંકાના લગ્ન ભારતમાં થવાના છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા જાન્યુઆરીમાં લગ્નગ્રંથિમાં જોડાઈ જશે. જો કે પ્રિયંકા અને નિક તરફથી કોઈ આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી.
મુંબઈ: પ્રિયંકા ચોપડા હાલમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. અને તે નિક સાથે આગામી જાન્યુઆરીમાં લગ્ન કરશે તેવા સમાચાર હતા. પરંતુ એક એવી તસ્વીર સામે આવી છે જેને લઈને સૌ કોઈ કન્ફ્યૂઝ છે.
એક સંજોગ એ પણ છે કે વર્ષ 2013માં એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તે લાસ વેગાસના કોઈ ચર્ચમાં લગ્ન કરવા ઇચ્છે છે.
એક ઇરાની એક્ટર એશલે બેન્સે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. જેમાં પ્રિયંકા હાથમાં લાલ ગુલાબ લઈને નજર આવી રહી છે. અને તેના માથા પર એક ખૂબસૂરત ક્રાઉન છે. તસવીરમાં પ્રિયંકા નિક સાથે નજર આવી રહી છે.