મુંબઈઃ Priyanka Chopra અને Nick Jonas લગ્ન બાદ પ્રથમ વખત એક સાથે કામ કરવા જઈ રહ્યા છે. ગ્લોબલ આઈકોન બની ચૂકલ પ્રિયંકા ચોપરા આ વખતે જાણીતી ફેશન ઈવેન્ટ Met Galaની Benefit Committeeનો ભાગ બન્યા છે. આ ઈવેન્ટનું પ્રિયંકાના વ્યક્તિગત જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રિયંકા ચોપરાએ તેનો સંકેત આપ્યો હતો.



મીડિયા અહેવાલો અનુસાર પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે પ્રખ્યાત ફેશન ઇવેન્ટ 'મેટ ગાલા' હોસ્ટ કરવા જઈ રહી છે. પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે તે અને નિક આ વખતે મેટ ગાલા હોસ્ટ કમિટી સભ્યા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સમિતીમાં લેના વીથ, કૈટી પેરી, જેરેડ લીટો, જેનિફર લોપેઝ અને એલેક્સ રૉર્ડિગાઝ જેવા મોટા નામો સામેલ છે.


મેટ ગાલાનું પ્રિયંકા ચોપરા અને નિક જોનસની લવ સ્ટોરીનું ખાસ કનેક્શન છે. બન્નેનો પ્રેમ અને પ્રેમની શરૂઆત આ ઇવેન્ટથી થઇ હતી, આનો ખુલાસો પોતે પ્રિયંકાએ તેમની પોસ્ટમાં આપ્યો છે. તેમણે લખ્યું સમ્માનિત રેડ કાર્પેટ પર પહેલી વખત ચાલવાથી લઇને તેમના પતિ સાથે પહેલી વખત મળવુ અને ફ્રેન્ડ બનાવવા સુધી. નિક અને હું મેટ ગાલા ઇવેન્ટના બેનિફિટ કમેટીમાં સામેલ થઇને સમ્માન અનુભવી કરી રહ્યા છે. આ કમિટિનું કામ મુખ્ય રીતે ઇવેન્ટ માટે ફંડ ભંડોળ ઊભું કરવું છે.