મુંબઈ: હોલીવુડમાં છવાયેલી પ્રિયંકા ચોપરા અને સન્ની લિયોનીએ ન્યૂયોર્કમાં સાથે સમય પસાર કર્યો હતો. તે બંનેએ એક સેલ્ફી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.


ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા અહેવાલો હતા કે પ્રિયંકા ચોપરાએ સન્ની લિયોની સાથે ફોટો પડાવવાની ના પાડી દીધી હતી. જો કે બંને અભિનેત્રીઓએ આ અહેવાલને રદીયો આપ્યો હતો.

સન્ની લિયોની હાલ ચાલી રહેલા 2016 ન્યૂયોર્ક ફેશન વિકમાં રેમ્પ વોક કર્યુ હતું. જે બાદ તેણે પ્રિયંકા ચોપરા સાથે મુલાકાત કરી સેલ્ફી લીધી હતી.