નવી દિલ્હીઃ દેશી ગર્લના નામથી જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ વિતેલા વર્ષે ડિસેમ્બરમાં અમેરિકન ગાયક નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. બન્ને સ્ટારે એક અન બે ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્નની વિધિ પૂરી કરી હતી. લગ્ન બાદથી પ્રિયંકા મોટા બાગનો સમય અમેરિકામાં જ વિતાવે છે. થોડા સમય પહેલા જ ક્રૂઝ પર હોલીડે એન્જોય કરતા પ્રિયંકા નિકની સાથે જોવા મળી હતી. હાલમાં જ પ્રિયંકાએ પોતાના બેડરૂમ સિક્રેટ્સ શેર કર્યા છે.

પ્રિયંકા અને નિકના સંબંધો અને લગ્ન પછીની લાઇફને લઇને એક વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યુ કે, ”જ્યારે હું સવારે ઉઠું તો નિક મારૂ મોઢું જોયા કરે છે. પછી હું કહું કે એક મિનિટ ઉભો રહે, હું જરાક મસ્કરા અને મોસ્ચ્યુરાઇઝર લગાવી લઉ. મારી આંખો એ વખતે સોજેલી હોય છે પણ તેને એ બહુ ગમે છે.

આગળ પ્રિયંકા જણાવે છે કે, નિકની આ બધી આદત મને ખુબ અજીબ લાગે છે પણ તેને ગમે એટલે હું આવું કરવા દઉં છું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલ્સમાં બ્યૂટીકોલ ઈવેન્ટમાં હાજરી આપી હતી. યંકા ‘જય ગંગાજલ’ બાદ હવે ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ નામની બોલિવૂડ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.