નવી દિલ્હી: પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના ખબરઅંતર પૂછવા માટે ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી છેલ્લા ઘણા સમયથી બીમાર છે. અરૂણ જેટલી 9 ઓગસ્ટથી  એઈમ્સમાં સારવાર લઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જેટલીની તબિયત પુછવા માટે એઈમ્સ પહોંચ્યા છે.


ઉલ્લેખનીય છે કે આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ખબરઅંતર પુછવા માટે એઈમ્સ પહોંચ્યા હતા. અરૂણ જેટલી છેલ્લા બે વર્ષથી બિમાર છે. ગત વર્ષે જેટલીએ એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ત્યારબાદ જેટલીના ડાબા પગમાં સૉફ્ટ ટિશૂ કેન્સર થઈ ગયું છે. જેની સર્જરી માટે તેઓ આ વર્ષે જ જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા.

અરૂણ જેટલી નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણામંત્રી રહી ચુક્યા છે. જો કે, નાદુરસ્ત હોવાના કારણે તેઓ લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરીમાં અંતરિમ બજેટ રજુ કરી શક્યા નહતા. નાદુરસ્ત તબિયતના કારણ તેમણે મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો.