મુંબઈ : બુધવારે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં કરવા ચૌથની ધૂમધામથી ઉજવણી કરી. પ્રિયંકાએ પતિ નિક જોનાસને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવતા, ઉપવાસ રાખ્યો હતો. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર કરવા ચૌથની ઉજવણીની તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે.



પ્લેન લાલ સાડી અને લાલ લિપસ્ટિકમાં પ્રિયંકાનો અવતાર ખૂબ જ સુંદર હતો. તેણે ગળામાં મંગળસૂત્ર પણ પહેર્યું હતું. પ્રિયંકા પોતાનો અદભૂત સાડી અવતાર બતાવવા ઉપરાંત પતિ નિક જોનાસ સાથે રોમેન્ટિક પોઝ કરતી જોવા મળી હતી. આ તસવીરોની સાથે પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું છે કે, કરવા ચૌથની ઉજવણી કરનારા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. હું તમને પ્રેમ કરું છું નિક જોનાસ.



પ્રિયંકા છેલ્લા ઘણા સમયની જર્મનીમાં છે અહી તે પોતાની આગામી ફિલ્મ મૈટ્રિક્સ 4ની શૂટિંગ કરી રહી છે. તે આ સપ્તાહે અમેરિકા પહોંચી છે. થોડા દિવસો પહેલા તેણે નિક જોનાસ સાથે તસવીર શેર કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી. નિક અને પ્રિયંકાએ 2018માં લગ્ન કર્યા હતા.