ગાંધીનગર : વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોતા હતા તે રાજ્ય સરકારની ભરતીઓમાં જગ્યાઓ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કોરોનાના સમયગાળા દરમિયાન બંધ રહેલી ભરતી પૂરજોશમાં કરવામાં આવશે. આવનાર એક વર્ષ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડિસેમ્બર મહિનાથી આ ભરતી પ્રક્રિયાની શરૂઆત થશે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 20, જિલ્લા નાયબ રજીસ્ટ્રારની કુલ 03, મદદનીશ રાજ્યવેરા કમિશનરની કુલ 38, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 77 જગ્યાઓ ભરવાની છે. ક્લાસ 1-2 ની 199 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 51 RFO અને 257 DySOની ભરતી કરવામાં આવશે.

જીપીએસસી દ્રારા ભરતી માટેનું નવું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આગામી વર્ષમા થનારી ભરતીઓના સંદર્ભે જાહેરાત કરાઈ છે. અલગ-અલગ 1203 જગ્યાઓ માટે જીપીએસસી ભરતી કરશે.

સરકારી આર્ટસ, સાયન્સ અને બી.એડ કોલેજ માટે પણ ભરતી કરવામાં આવશે. 51 આરએફઓ અને 257 ડીવાયએસઓની પણ ભરતી કરવામાં આવશે.