પોતાની મરજીથી નહીં પણ આ વ્યક્તિના કહેવા પર પ્રિયંકા ચોપરાએ છોડી ‘ભારત’ ફિલ્મ, નામ જાણીને ચોંકી જશે સલમાન ખાન
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ જ્યારથી સલમાન ખાનની ફિલ્મ ભારત છોડી ત્યારથી જ તે વધારે ચર્ચામાં છે. આ વાતને એક મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ તેને લઈને વિવાદ બંધ થવાનું નામ નથી લેતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા ચોપરાએ આખરે શા માટે ફિલ્મ છોડી તેના કારણ વિશે તો ખબર નથી પડી. પરંતુ પ્રિયંકાના ફેન્સ એ જાણવા માગે છે કે આખરે તેની પાછળનું ખરેખર કારણ શું છે.
ફિલ્મ છોડવા માટેનો નિર્ણય પ્રિયંકાના મેનેજર રેશમા શેટ્ટીથી પ્રભાવિત હતો. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રેશમાની ટીમે પ્રિયંકાને સલમાન ખાનની ફિલ્મ છોડવા માટે ભાર મુક્યો હતો.
પ્રિયંકા આ ફિલ્મ માટે તૈયાર થઈ ગઈ હતી પરંતુ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની નતી ઈચ્છતી કે પ્રિયંકા આ ફિલ્મથી ફરી બોલિવૂડમાં એન્ટ્રી કરે. તેમનું માનવું હતું કે, પ્રિયંકાને અનુરૂપ આ ફિલ્મ નથી અને તેમાં કાસ્ટ પણ એ રીતે ન હતી જેવી પહેલા વિચારવામાં આવી હતી.
આ મામલે સ્પોટબોયએ એક સૂત્રને ટાંકીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વેબસાઈટે જણાવ્યું કે, ફિલ્મ છોડવા પાછળનો નિર્ણય પ્રિયંકા ચોપરાનો નહીં પરંતુ કોઈ અન્ય વ્યક્તિનો હતો.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર એક્ટ્રેસે આ તમામ વાત સાંભળી તેને લઈને વિચાર કર્યો અને ત્યાર બાદ જ તેણે ફિલ્મ ન કરવાનો નિર્ણય કર્યો. પ્રિયંકાએ ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ જફરને કોલ કરી તેણે આ ફિલ્મ ન કરવાના કારણ જણાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -