કૂકે જાહેર કરી ઓલ ટાઇમ પ્લેઈંગ ઈલેવન, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન ન મળતાં આશ્ચર્ય
સ્પિનર્સ તરીકે શેન વોર્ન અને મુરલી ધરન તથા ફાસ્ટ બોલરમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રા તથા ઇંગ્લેન્ડના તેના સાથી ક્રિકેટર જેમ્સ એન્ડરસનની પસંદગી કરી છે.
વિકેટકિપર બેટ્સમેન તરીકે શ્રીલંકાના કુમાર સંગાકારાની પસંદગી કરવામાં આવી છે. ઓલરાઉન્ડર તરીકે દક્ષિણ આફ્રિકાના જેક કાલિસનો સામેલ કર્યો છે. કૂકે તેની ટીમમાં બે સ્પિનર્સની સાથે સાથે બે ફાસ્ટ બોલરને પણ સામેલ કર્યા છે.
કૂકે ઓપનર તરીકે ઈંગ્લેન્ડના ગ્રેહામ ગૂચ અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન મેથ્યૂ હેડનની પસંદગી કરી છે. ત્રીજા ક્રમે વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારા, ચોથા ક્રમે રિકી પોન્ટિંગ, પાંચમા નંબર પર એબી ડીવિલિયર્સને જવાબદારી સોંપવામાં આવી છે.
કૂકે તેની સાથે કે સામે રમેલા ખેલાડીઓના આધારે ટીમની પસંદગી કરી છે. તેણે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્રેહામ ગૂચને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. કૂકની ટીમ પસંદગીથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ફટકો લાગ્યો છે, કારણકે તેની ઓલ ટાઇમ પ્લેઇંગ ઇલેવનમાં એક પણ ભારતીય ખેલાડી નથી. કૂકે સચિન, દ્રવિડ. ઝહીર ખાન, કોહલી જેવા દિગ્ગજોને ટીમમાં સ્થાન ન આપ્યું હોવાથી ટીમ ઈન્ડિયાના ફેન્સમાં રોષ છે.
લોર્ડ્સઃ ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન એલિસ્ટર કૂકે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. કૂક 7 સપ્ટેમ્બરથી ધ ઓવલમાં ટીમ ઈન્ડિયા સામે રમાનારી પાંચમી ટેસ્ટમાં અંતિમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમશે. 33 વર્ષીય કૂકે સંન્યાસ પહેલા તેની ઓલ ટાઇમ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ટીમના એકપણ ખેલાડીને સ્થાન આપવામાં નથી આવ્યું.