✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપરા માટે આવ્યા માઠા સમાચાર, જે હોલિવુડ ફિલ્મ માટે સલમાનની ‘ભારત’ છોડી તે હવે....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Aug 2018 11:44 AM (IST)
1

જો કે પ્રિયંકાના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી કારણકે આ ફિલ્મને બંધ કરવામાં નથી આવી. પરંતુ એટલું ચોક્કસ છે કે આ ફિલ્મની રિલીઝમાં હવે વાર લાગશે. પ્રિયંકા પાસે પહેલા 3 ફિલ્મના પ્રોજેક્ટ હતા. ‘ભારત’ પ્રિયંકાએ છોડી દીધી છે. ફિલ્મ ‘કાઉબોય નિન્જા વાઈકિંગ’ પોસ્ટપોન થઈ છે. ત્રીજી ફિલ્મ છે સોનાલી બોસની ‘સ્કાઈ ઈઝ પિંક’, જેનું શૂટિંગ તેણે શરૂ કરી દીધું છે. આમ હાલમાં પ્રિયંકા પાસે 1 ફિલ્મ જ છે.

2

મીડિયા અહેવાલ અનુસાર, પ્રિયંકાની હોલિવુડ ફિલ્મ ‘કાઉબોય નિન્જા વાઈકિંગ’ લાંબા સમય માટે પોસ્ટપોન થઈ છે. પ્રોડ્યુસર્સે (યુનિવર્સલ ફિલ્મ) રિલિઝ કેલેન્ડરમાંથી ફિલ્મનું નામ હટાવી લીધું છે. મતલબ કે આ ફિલ્મનું શૂટિંગ હમણાં નહીં થાય. અગાઉ આ ફિલ્મ 28 જૂન 2019ના રોજ રિલીઝ થવાની હતી.

3

નવી દિલ્હીઃ બોલિવૂડમાં સલમાન ખાન દબંગ ખાનના નામથી જાણીતા છે. તેને ના કહેવાની હિંમત ઉદ્યોગમાં બહુ ઓછા લોકો રાખે છે. પરંતુ અહેવાલ છે કે પ્રિયંકા ચોપરાએ મલ્ટીસ્ટારર ફિલ્મ ભારતમાંથી અચાનક પોતાનું નામ પરત ખેંચી લેતા સલમાન ખાન ખૂબ નારાજ થયો છે. કહેવાય છે કે, પ્રિયંકાએ હોલિવૂડની એક ફિલ્મ માટે ભારત ફિલ્મ છોડી હતી જોકે હવે પ્રિયંકાની એ હોલિવૂડ ફિલ્મને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા ચોપરા માટે આવ્યા માઠા સમાચાર, જે હોલિવુડ ફિલ્મ માટે સલમાનની ‘ભારત’ છોડી તે હવે....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.