પ્રિયંકા-નિક બાદ ઉમેદ ભવનમાં થશે આ મોટા લગ્ન, હવે આ એક્ટેરની દીકરી ફરશે 7 ફેરા
બોલિવૂડના જાણીતા એક્ટર કુલભૂષણ ખરબંદા વિશે તો તમે જાણતા જ હશો. તેમને અનેક ફિલ્મોમાં પિતા અને નેગેટિવ રોલમાં જોવા મળ્યા છે અને તેમાં સૌથી લોકપ્રિય ફિલ્મ શાન છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિન્હા મુખ્ય ભૂમિકામાં હતા. જણાવીએ કે, કુલભૂષણ પોતાની દીકરી ઋતિ ખરબંદાના લગ્ન 17 ડિસેમ્બરે ઉમ્મેદ ભવનમાં કરશે. ઋતિ લાંબા સમયથી રહેલ બોયફ્રેન્ડ રોહિત નવેલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, આ વર્ષે વિતેલા ઓગસ્ટમાં શ્રીતિ અને રોહિતની રિંગ સેરેમની યોજાઈ હતી. લગ્ન 17 ડિસેમ્બરે થવાના છે પરંતુ હલ્દી અને સંગીત સેરેમની લગ્નના એક દિવસ પહેલા જ શરૂ થઈ જશે. કહેવાય છે કે, શ્રૃતિ લગ્નમાં બોલિવૂડના સૂપરસ્ટાર આમિર ખાન સામેલ થઈ શકે છે. કારણ કે આમિર અને કુલભૂષણ એક બીજાને સારી રીતે ઓળખે છે.
મુંબઈઃ બોલિવૂડમાં હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. દીપિકા-પાદુકોણ બાદ પ્રિયંકા ચોપરા અને બાદમાં જાણીતા કોમેડિયન કપિલ શર્મા લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક મોટા લગ્નના અહેવાલ સામે આવી રહ્યા છે. કહેવાય છે કે, આ એક્ટરે પોતાની દીકરીના લગ્ન માટે જોધપુરનું ઉમેદ ભવન બુક કરાવ્યું છે. કહેવાય છે કે, પ્રિયંકા બાદ આ એક્ટરની દીકરીના લગ્ન અહીં થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -